મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

બિહારમાં ફરીવાર આકાશી આફત : વીજળી પડતા 11 લોકોના મોત: મૃતકોના પરિવારને 4-4 લાખની સહાયની નીતીશકુમારની જાહેરાત

પટણામાં 2, છપરામાં 5, નવાદામાં 2, લખીસરાયમાં 1 અને જમુઇમાં એક વ્યક્તિનું વિજળી પડવાથી મોત

પટણા: બિહારમાં ફરીવાર આકાશમાંથી આફત વરસી છે. બિહારમાં વિજળી પડતા 11 લોકોના મોત થયા છે. રાજ્યના 5 જિલ્લા પટણામાં 2, છપરામાં 5, નવાદામાં 2, લખીસરાયમાં 1 અને જમુઇમાં એક વ્યક્તિનું વિજળી પડવાને કારણે મોત થયુ છે. બીજી તરફ મુખ્યમંત્રી નીતિશ કુમારે શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આફતના આ સમયમાં તે પ્રભાવિત પરિવારો સાથે છે. નીતિશ કુમારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.

. આ પહેલા ગુરૂવારે બિહારમાં વિજળી પડતા 83 લોકોના મોત થયા હતા. જ્યારે કેટલાક લોકો બળી ગયા હતા. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પણ વિજળી પડતા ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા હતા.

 બિહારમાં એક તરફ વિજળી પડવાની ઘટનાઓ બની રહી છે બીજી તરફ વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે. કેટલાક શહેરોમાં પુરની સ્થિતિ છે. પટણાના કેટલાક વિસ્તારમાં વરસાદનું પાણી ઘુસી ગયુ છે.

(11:48 pm IST)