મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

બિહારમાં લગ્નના બીજા દિવસે વરરાજાના મોતથી ભારે ફફડાટ

કોરોનામાં તકેદારી ન રાખનારા ભોગ બન્યાનો કિસ્સો : ૧૧૧ જાનૈયાઓ કોરોના પોઝિટિવ : ૩૬૯ લોકોનું ટેસ્ટિંગ

પટણા, તા. ૩૦બિહારના પટણામાં લગ્નની એક ભયંકર ઘટના બની છે. કેસમાં વરરાજ લગ્નના બીજા દિવસે કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે જેનાથી લોકોમાં ભારે ફફડાટ છે. લગ્નમાં સામેલ થયેલા લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. અત્યાર સુધી ૩૬૯ લોકોની ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે જેમાંથી ૮૯ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે ૩૧ લોકોના રિપોર્ટ પહેલાથી પોઝિટિવ આવ્યો હતો. પટણાના પાલીગંજમાં ઘટના બની છે. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું છે કે, લગ્ન ૧૫ જૂનના રોજ થયા હતા અને તેના બીજા દિવસે વરરાજાનું મોત થઈ ગયું હતું.

          લગ્નમાં સામેલ થયેલા કેટલાક લોકોમાં કોરોનાના લક્ષણની ફરિયાદ બાદ કેટલાક લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં લોકોના કોરોના પોઝિટિવ નિકળ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, ચાર તબક્કામાં અત્યાર સુધી ૩૬૯ લોકોની ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. પરિવારના જણાવ્યા મુજબ, યુવક લગ્ન પહેલા ખાનગી કારમાં દિલ્હીથી બિહાર આવ્યો હતો. બિહાર પહોંચ્યા બાદ તે કેટલાક દિવસો સુધી આઈસોલેશનમાં પણ રહ્યા હતા. લગ્નના પહેલા કોરોનાને કેટલાકલક્ષણ જોવા મળ્યા હતા.લગ્નના બીજા દિવસે તેનું મોત થઈ ગયું હતું. અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા સ્થાનિક દુકાનદાર, શાકભાજી વિક્રેતા અને અન્ય કેટલાક લોકો કોરોના પોઝિટિવ છે.

(10:33 pm IST)