મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

નિયમોનો ભંગ કરનારને ટોકવા, રોકવા, સમજાવવાની જરૂરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લોકડાઉનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છઠ્ઠીવાર રાષ્ટ્રજોગ સંદેશો : લોકડાઉન સમયસર લાગુ કરાયું હોવાનો દાવો કર્યો, ચીનના ઘર્ષણ અંગે કોઈ ઉલ્લેખ ન કરતા લોકો અચંબિત

નવી દિલ્હી, તા. ૩૦ : કોરોના લોકડાઉનમાં મંગળવારના પોતાના છઠ્ઠા દેશજોગ પ્રવચનમાં વડાપ્રધાન મોદીએ જોકે, ચીન અંગેના ઘર્ષણનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. આમ જનતામાં એવી ધારણા હતી કે હાલમાં લદ્દાખ સીમાએ જે ઘર્ષણ ચાલી રહ્યું છે તે અંગે મોદી કંઈક કહેશે જોકે, તેમણે એક શબ્દ ચીન વિશે કહ્યો નહોતો. વડાપ્રધાને સંબોધનમાં કહ્યું કે અનલોક- બાદ દેશમાં લોકોએ ખૂબ બેદરકારી દર્શાવી છે જે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે જો કોરોનાના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યાને જોઈએ તો દુનિયાના અનેક દેશોની સરખામણીએ ભારત ઘણી સારી સ્થિતિમાં છે. સમયસર લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે તેમજ અન્ય જરૂરી નિર્ણયો સમયસર લઈ લેવાના કારણે ભારતમાં લાખો લોકોનો જીવ બચાવી શકાયો છે,

             પરંતુ જ્યારથી દેશમાં અનલોક- લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી વ્યક્તિગત અને અને સામાજિક વ્યવહારમાં લોકો બેદરકારી દર્શાવી રહ્યા છે. આપણે હજી પણ માસ્ક પહરેવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, ૨૦ સેકન્ડ સુધી હાથ ધોવા વગેરે જેવી બાબતો પર ખૂબ સતર્કતા દાખવવી જરૂરી છે. નોંધનીય છે કે જૂનથી દેશમાં અનલોક- લાગુ કરવામાં આવ્યું હતું ત્યારથી મંદિર-મસ્જિદ, બજાર તેમજ દુકાનો જેવી જગ્યાઓ ખોલી દેવામાં આવી છે. રસ્તાઓ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. જેના કારણે જૂન મહિનામાં કોરોનાના કેસ નોંધપાત્ર વધારો નોંધાયો છે. મામલે ચિંતા વ્યક્ત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોકડાઉન દરમિયાન દેશની જનતાએ અત્યંત ગંભીરતાથી લોકડાઉનના નિયમોનું પાલન કર્યુ હતું. હવે સરકારોએ, સ્થાનિક સંસ્થાઓએ તેમજ દેશના નાગરિકોએ ફરી એક વખત તેવી સતર્કતા દાખવવાની જરૂર છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં તો ખૂબ સાવચેતી દાખવવાની જરૂર છે. જે લોકો નિયમોનું પાલન નથી કરતા તેવા લોકોને આપણે ટોકવાની, રોકવાની અને સમજાવવાની જરૂર છે.

(10:27 pm IST)