મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

પીએમ મોદી બાદ મમતા બેનરજીની મોટી જાહેરાત : પશ્ચિમ બંગાળમાં સરકાર દ્વારા જૂન 2021 સુધી અપાશે મફત રાશન

મમતા બેનરજીએ રાજ્યમાં એક જુલાઇથી શરૂ થઇ રહેલા અનલૉક-2 માટે કેટલીક છૂટ પણ આપી

કોલકાતા: વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કર્યુ હતું.પીએમ મોદીએ ગરીબો માટે મફત રાશનની યોજના નવેમ્બર સુધી વધારવાની જાહેરાત કરી હતી. પીએમની જાહેરાત બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ પોતાના રાજ્ય માટે કેટલીક યોજનાઓની જાહેરાત કરી છે. મમતા બેનરજીએ ફ્રી રાશનની યોજનાને પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે જૂન સુધી ચાલુ રાખવાની વાત કહી છે. મમતા બેનરજીએ રાજ્યમાં એક જુલાઇથી શરૂ થઇ રહેલા અનલૉક-2 માટે કેટલીક છૂટ પણ આપી છે. સાથે જ ખાનગી બસ ઓપરેટર્સને ચેતવણી આપી છે કે ભાડુ વધારવાની માંગને છોડી દે.

દેશમાં એક જુલાઇથી અનલૉક-2 લાગુ થઇ રહ્યું છે. કેન્દ્ર સરકારે તેની માટે સોમવારે જ ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. જોકે, અનલૉક-1ની જેમ અનલૉક-2માં પણ રાજ્યોને આ છૂટ આપવામાં આવી છે કે તે જરૂરતો અનુસાર કેન્દ્રના દિશા નિર્દેશમાં બદલાવ કરી શકે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ મંગળવારે આ આધાર પર રાજ્યમાં કેટલીક છૂટ આપવાની જાહેરાત કરી છે.

– બંગાળમાં સવારે 5.30થી 8.30 સુધી મોર્નિંગ વોકની છૂટ રહેશે. આવુ કરતા સમયે સોશિયલ ડિસ્ટસિંગના નિયમોનું પાલન કરવુ પડશે.
– રાજ્યમાં યોજાનારા લગ્નમાં 50 લોકો ભેગા થઇ શકશે. આ રીતે શ્રાદ્ધમાં 25 લોકોના જમા થવાની છૂટ આપવામાં આવી છે.
– મુખ્યમંત્રી મમતા બેનરજીએ ખાનગી બસ ઓપરેટર્સને કહ્યું છે કે તે 24 કલાકની અંદર બસ ચલાવવાનું શરૂ કરી દે અને ભાડામાં વધારાની માંગને પણ બંધ કરે.
મમતા બેનરજીએ કહ્યું કે ખાનગી બસો જપ્ત કર્યા બાદ સરકાર પોતાના ડ્રાઇવર નિયુક્ત કરી બસોનું સંચાલન કરશે. માટે સારૂ તે હશે કે બસ ઓપરેટર્સ પોતાના ઇગોને ઓછુ કરી બસ ચલાવે. આ સમય કમાણી કરવાનો નથી.

(8:02 pm IST)