મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

આખો ચહેરો ઢંકાઇ જાય તેવુ માસ્ક બનાવાયું

૨૩ વર્ષની હેતીકા શાહ નામની યુવતીએ બનાવ્યું 4s માસ્કઃ એન-૯૫ કરતા પણ સુરક્ષીત

 વડોદરા, તા. ૩૦ : ચહેરાના નાકથી આંખ અને કાન સુધી દરેક જગ્યાને ઢાંકતું એક કમ્પ્લિટ માસ્ક જેના કારણે કોઈપણ પ્રકારના વાયરસને શરીરમાં પ્રવેશ કરવાનો ચાન્સ નથી મળતો તેવી આ પ્રોડક્ટ એન-૯૫ માસ્કના સ્ટાન્ડર્ડ કરતા પણ વધુ સુરક્ષિત છે તેટલું જ નહીં લાંબા સમય સુધી પહેરી રાખવામાં પણ વધુ કમ્ફર્ટેબલછે.

આ ખાસ પ્રકારનું આખા ચહેરાને ઢાંકતું માસ્ક બનાવ્યું છે ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલમાં રહેતી ૨૩ વર્ષની હેતિકા શાહે જેણે આ માસ્કને 4S શિલ્ડ નામ આપ્યું છે. હેતિકાએ કહ્યું કે આ નામ આપવા પાછળનું કારણ આ શિલ્ડ શરીરના ચારેય સેન્સરી ઓર્ગન્સ મોઢું, નાક, કાન અને આંખને પૂર્ણ રીતે કવર કરે છે. સામાન્ય રીતે દરેક વાયરસ આ ચારમાંથી કોઈ એક જગ્યાએથી શરીરમાં પ્રવેશ કરે છે. પરંતુ આ શિલ્ડથી થે પ્રવેશ કરી શકતા નથી. તેણીએ કહ્યું કે એન-૯૯ની ક્ષમતાનું આ માસ્ક બનાવવા માટે નેનો ફાઈબર ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેણે પોતે જ ડેવલોપ કર્યું છે.  'જે ડોક્ટર્સ કલાકો સુધી માસ્ક અને આંખના સેફટી ગોગલ્સ પહેરી રાખે છે તેમના કાન પર દુઃખાવો થતો હોય છે. તેમાં પણ જે ડોક્ટર્સને ચશ્મા છે તેમના માટે તો આ વધુ પીડાદાયક બને છે. દુઃખાવા ઉપરાંત તેમના ચશ્માના ગ્લાસ પર પણ ઘણીવાર સ્ક્રેચિસ પડી જાય છે.'

તેમણે કહ્યું કે, 'મેંે પહેલા આ સેફટી શિલ્ડ માટે રો મટિરિયલ ભેગું કર્યું અને પછી એક વ્યક્તિ જે એન-૯૯ માસ્ક ગ્રેડનું ફેબ્રિક બનાવતો હતો તેમને આપ્યું.' તેના દ્વારા બનાવવામાં આવેલ આ ફેસ શિલ્ડને ખૂબ મોટી સંખ્યામાં ઓર્ડર પણ મળવા લાગ્યા.

આજે તે દરરોજ ૩૦૦૦૦ જેટલા માસ્ક અને ૧૦૦૦ જેટલા 4S શિલ્ડ બનાવે છે. આ ઉપરાંત તેઓ એન-૯૯ અને એન-૯૫ તેમજ સાદા ત્રણ લેયર વાળા નોન વુવન ફેબ્રિક માસ્ક પણ બનાવે છે.

(4:03 pm IST)