મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

એક ડ્રાઇવર, બે સુરક્ષા અધિકારીઓ અને એક રસોઇયા આમિર ખાનનો સ્ટાફ કોરોના પોઝીટીવ

મુંબઇ, તા.૩૦: બોલીવુડ અભિનેતા આમિર ખાને પોતાના સ્ટાફ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની જાણકારી આપી છે. અભિનેતાએ ટ્વિટર પર એક પત્ર શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે તેમના દ્યરનાં બીજા લોકોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો છે.

આમિરે લખ્યું કે, 'હું તમામને એ જણાવવા ઇચ્છુ છું કે મારા સ્ટાફનાં લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને તરત કવોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. બીએમસીનાં અધિકારીઓએ તેમને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. હું બીએમસીનો આભાર માનવા ઇચ્છુ છું. તેઓ મારા સ્ટાફની સારી સંભાળ રાખી રહ્યા છે. સાથે જ આખી સોસાયટીને સેનેટાઇઝ અને ડિસઇન્ફેકટ કરી રહ્યા છે.'

તેમણે આગળ લખ્યું કે, 'અમારા બધાનો પણ કોરોના ટેસ્ટ થયો અને અમે લોકો નેગેટિવ આવ્યા છીએ. હવે હું મારી માતાનો કોરોના ટેસ્ટ કરાવીશ. તેઓ છેલ્લા વ્યકિત છે જેમનો કોરોના ટેસ્ટ થવાનો બાકી છે. પ્લીઝ, પ્રાર્થના કરો કે મારી માતાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે. જે પ્રોફેશનલિઝમ સાથે બીએમસીએ અમારી મદદ અને કેર કરી છે તેના માટે હું એકવાર ફરી તેમનો આભાર માનવા ઇચ્છુ છું.

(4:01 pm IST)