મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

નાટક, ટેલીવીઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મોટા ગજાના કલાકાર દિપકભાઇ દવેનું દુઃખદ અવસાન

શુભદિન આપો, આદમખોર, હિમકવચ, સાચાબોલા જુઠાલાલ જેવી ફિલ્મોએ તેમની કારકીર્દીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા : ૭૦ નાટકો, ૧૫ ટીવી સીરીયલ અને ૯ ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરનાર અભિનેતાની કાયમી એકઝીટઃ કુશળ ડિરેકટર પણ હતા : અમેરીકામાં ભારતીય વિદ્યાભવનમાં ૧૫ વર્ષથી એકઝીકયુટીવ ડાયરેકટર તરીકે સેવા આપતા હતાઃ પુસ્તકો-ફોટોગ્રાફ-ઓડીયો કલેકશન પણ દિપકભાઇ પાસે ઢગલાબંધ હતું

રાજકોટઃ નાટક, ટેલીવીઝન તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મોટા ગજાના કલાકાર શ્રી દિપક એચ. દવેનું દુઃખદ અવસાન થયું છેે. સતત ૮૦ વર્ષની ઉંમર સુધી નાટકો, ટી.વી.  તથા રૂપેરી પરદા ઉપર છવાઇ ગયેલા આ કલાકારો ૭૦ નાટકો, ૧૫ ટીવી સીરીયલ તથા ૯ ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા.

 તેઓ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી તથા મરાઠી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા હતા. તેમજ ડબીંગ આર્ટીસ્ટ તરીકે પણ નામના ધરાવતા હતા.

પોતાને ફ્રિ લાન્સ એકટર તરીકે ઓળખાતા આ મહાન કલાકારે ફિલ્મો, ટી.વી. તથા નાટકોમાં ડબીંગ કલાકાર તરીકે પણ અવાજ આપ્યો હતો. તેઓ માત્ર એકટર જ નહિ ડીરેકટર તરીકેની પણ કુશળતા ધરાવતા હતા. તેમણે ૧૯૯૮ની સાલમાં નાનો દિપરીયો લાડકો ફિલ્મમાં સીન આપેલ. જેમાં કહેલ અભિનયથી તેઓ રૂપેરી પડદે આવ્યા હતા. જેમાં તેઓના અભિનયની ખુબ પ્રશંસા થઇ હતી. અને આ ફિલ્મ સામાજીક મનોરંજન પીરસનાર ફિલ્મ તરીકે સુવિખ્યાત થઇ હતી.

આ ઉપરાંત ૨૦૦૫ની સાલમાં ''શુભ દિન આપો'' તથા રેતુનો હુતિક ૨૦૦૬ની સાલમાં'' આ છે આદમખોર તેમજ ''હિમકવચ'' અને ૨૦૧૦ની શાલમાં ''સાચા બોલા જુઠાલાલ'' ફિલ્મોએ તેમની કારકીર્દીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

તેમનું ''ચિનગારી'' નાટક શ્રેષ્ઠ ગુજરાતી નાટકોમાં રધાન  ધરાવે છે તથા બ્રહ્મા વિષ્ણુ મહેશની આ જોડી, આંખોના ડોળા પર બેસી જેવા ગીતો હીટ પુરવાર થયા હતા. જાન્યુઆરી ૨૦૦૩થી તેઓ ''ભારતીય વિધાનભવનમાં સક્રિય રીતે જોડાયા હતા. જેના હેઠળ તેઓ ભારતીય સંસ્કૃતિ સાહિત્ય  તથા ભાષાના વ્યાપમાં નિમિત બન્યા હતા. તેઓ ઇન્ડિયન આર્ટ પેઇન્ટીંગ, મ્યુઝીક, ડ્રામા ડાન્સ, ફિલ્મ સહિતના તમામ ક્ષેત્રોમાં દિલચશ્પી ધરાવતા કલાકાર હતા. તેમણે ૨૦૦૫ની સાલ સુધી ભારતીય વિધાભવનમાં પ્રોગ્રામ મેનેજર તરીકે સેવાઓ આપી હતી. ૨૦૦૮ની સાલથી તેમને એકઝીકયુટીવ ડીરેકટર તરીકે બઢતી મળી હતી. જે તેઓએ ૯ વર્ષ જેટલા સમય સુધી કામગીરી નિભાવી હતી. 

દિપકભાઇ દવે છેલ્લા ૧૫ વર્ષથી અમેરીકાના ભારતીય વિદ્યાભવનમાં એકઝીકયુટીવ ડાયરેકટર હતા જયાં તેઓને એક ઓડીટોરીયમ પણ બનાવેલ હતુ. આ ઓડીટોરીયમમાં શાસ્ત્રીય સંગીત, સુંગમ સંગીત સહિતના કાર્યક્રમો થતા હતા.બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ આ ઓડીટોરીયમમાં કાર્યક્રમ આપ્યો હતો. ભારતીય દુતાવાસ પણ તેમની સાથે જોડાયેલો હતો. તેઓની સાથે પુસ્તકો, ફોટોગ્રાફ, અને ઓડીયો કલેકશનની ભરમાર હતી. ભારતમાંથી કલાકારોને બોલાવીને સેમીનારો, નાટકો સહિતના કાર્યક્રમો યોજતા હતા. ભારતીયોની સાથે સાથે અમેરીકનો પણ જોડાયેલ હતા. તે સમયે ભારતીય વિદ્યા ભવનના ચેરમેન તરીકે ડો. નવીન મહેતા હતા. આ બંનેએ સાથે મળીને અનેક કાર્યક્રમો આપી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે.

(4:00 pm IST)