મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

ચીનને જડબાતોડ જવાબ આપવા ગલવાન ઘાટીમાં ભારતે તૈનાત કર્યા T-90 ટેન્ક

ચીન સામે કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા ભારતીય સેના થઇ સજ્જ

નવી દિલ્હી, તા.૩૦: પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં ૧૫ જૂનની રાત્રે ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલા હિંસક સંદ્યર્ષ બાદથી બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે. બંને દેશોની સેનાઓ સામ-સામે આવી ગઈ છે. યુદ્ઘની સ્થિતિને જોતાં સરહદ પર સૈનિકો અને હથિયારોની સંખ્યા વધારી દેવામાં આવી છે. ચીન સામે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારતે હવે ગલવાન ઘાટીમાં T-90 ટેન્ક તૈનાત કરી દીધી છે. નોંધનીય છે કે, બંને દેશોની વચ્ચે તણાવ ઓછો કરવા માટે આજે ફરી એકવાર ચુશુલમાં ટોપ સૈન્ય કમાન્ડર સ્તરની વાતચીત થવા જઈ રહી છે.

નોંધનીય છે કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી LAC પર સતત પોતાની ગતિવિધિ તેજ કરી રહી છે. સરહદ પર વધી રહેલા તણાવને જોતાં ભારતીય સેનાએ પણ ગલવાન દ્યાટીમાં T-90 ભીષ્મ ટેન્કોને તૈનાત કરી દીધી છે. ભારતીય સેના LACના પોતાના હિસ્સાની અંદર તમામ મુખ્ય ટેકરીઓ પર પોતાના હથિયારોને તૈનાત કરી રહી છે, જેનાથી કોઈ પણ સ્થિતિનો સરળતાથી સામનો કરી શકાય.

સરહદ પર ચીનને પાઠ ભણાવવા માટે ૧૫૫ MM હોવિત્ઝરની સાથે ફન્ફેન્ટ્રી ફાઇટર પ્લેનોને પૂર્વ લદાખમાં ૧૫૯૭ કિ.મી. લાંબી LACના સાથે તૈનાત કરવામાં આવ્યા છે. તેની સાથે જ ચીન જે રીતે છેતરીને હુમલા કરે છે તેને જોતાં ચુશુલ સેકટરમાં પણ સેનાએ બે ટેન્કોની તૈનાથી કરી દીધી છે. નોંધનીય છે કે ચીન સતત ભારત પર એવું કહીને દબાણ ઊભું કરી રહ્યું છે કે જે જમીનને લઈ વિવાદ છે તે તેની છે. જયારે ભારતે ચીનને પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે તે એક ઇંચ પણ જમીન છોડવા તૈયાર નથી.

(4:00 pm IST)