મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

હવે યુનોમાં ચીન એકલુ - અટુલુ પડી જશે

અમેરિકા, ફ્રાન્સ, રશિયા સહિતના દેશો ભારતની પડખે

નવી દિલ્હી તા. ૩૦ : ભારત સાથે સીમા પર તણાવ ઉભો કરવાને કારણે ચીન સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ અલગ પડી જવાનું છે. સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યાં ચીન વીટો પાવર સાથે ચાર અન્ય દેશો સાથે સ્થાયી સભ્ય છે ત્યાં પણ સમર્થન ભારતના પક્ષમાં વધુ છે. અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને બ્રિટન સીમા મામલે ભારતથી વધુ નજીક છે.

ફ્રાન્સનું સમર્થન ભારત માટે લગભગ એ પ્રકારનું છે જેવું કયારેક રશિયાનું ભારત માટે હતું. રશિયાની મીત્રતા ચીન સાથે પણ છે પરંતુ મહત્ત્વના પ્રસંગે ભારતનો સાથ આપવાને કારણે બન્ને દેશોનો પરંપરાગત ભરોસો યથાવત છે. રશિયાએ હાલના વિવાદમાં પણ ભારતના વલણને સમજ્યું છે. અમેરિકા પણ ભારતની પડખે જ છે.

સૂત્રોએ કહ્યું કે આ તમામ દેશો ચીનના ભારત વિરોધી એજન્ડાને વારંવાર ધ્વસ્ત કરી રહ્યા છે. સંયુકત રાષ્ટ્રમાં અસ્થાયી સભ્યપદ હાંસલ કર્યા બાદ ભારત અન્ય સ્થાયી અને અસ્થાયી સભ્ય દેશો સાથે આંતરિક સમજ વધારી રહ્યું છે જેથી સંયુકત રાષ્ટ્રમાં તેની ભૂમિકા પ્રભાવિત થઈ શકે.

(3:14 pm IST)