મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

" મેઇક ઈન ઇન્ડિયા " નો પ્રચાર કરે છે અને વાસ્તવમાં " બાય ફ્રોમ ચાઈના " નો અમલ કરે છે : યુ.પી.એ.શાસનના 6 વર્ષ દરમિયાન ચીનથી કરાયેલી આયાતમાં 14 ટકાનો ઘટાડો થયો હતો : જયારે એન.ડી.એ.ના 6 વર્ષના શાસન દરમિયાન 18 ટકાનો વધારો નોંધાયો : બી.જે.પી. ઉપર રાહુલ ગાંધીનો પ્રહાર

ન્યુદિલ્હી : મેઇક ઈન ઇન્ડિયાનો સતત પ્રચાર કરી રહેલા અને તેને સતત પ્રોત્સાહન આપવાની વાત કરી રહેલા ભાજપ ના દેખાડવાના દાંત જુદા અને ચાવવાના જુદા છે. કારણકે હકીકતમાં તે બાય ફ્રોમ ચાઈના અમલમાં મૂકે છે.તેવો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યો છે.

આ બાબતે ચોખવટ કરતા તેમણે જણાવ્યું હતું કે ભાજપે સત્તા સાંભળ્યા પછી એટલેકે 2014 ની સાલ પછી હકીકતમાં ચાઇનીસ માલની આયાતમાં જબબર વધારો થયો છે.જે અંગે તેમણે એન.ડી.એ.સરકાર અને યુ.પી.એ.સરકાર દ્વારા કરાયેલી આયાતના આંકડાઓ રજૂ કર્યા હતા.જે મુજબ યુ.પી.એ.ના 6 વર્ષના  શાસનમાં 2008 થી 2014 દરમિયાન ચીનથી કરાયેલી આયાતમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો હતો.જયારે ભાજપના  2014 થી 2020 સુધીની સાલના 6 વર્ષના શાસન દરમિયાન આયાતમાં 18 ટકાનો વધારો નોંધાયો છે.

(1:36 pm IST)