મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

ચીનમાં મળ્યો મહામારી ફેલાવતો નવો વાયરસ

કોરોના સામે સમગ્ર વિશ્વ લડી રહ્યુ છે ત્યારે ટપકી નવી મુસીબતઃ ભૂંડમાંથી મળ્યો મહામારી ફેલાવતો ફલુ વાયરસ : મહામારી ફેલાવતા ફલુના એક નવા સ્વરૂપની ઓળખઃ વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આ વાયરસ માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા રાખે છે

બીજીંગ, તા. ૩૦ :. કોરોના સામે સમગ્ર વિશ્વ લડી રહ્યુ છે ત્યારે ચીનથી ચિંતા ઉપજાવે તેવા સમાચાર સામે આવ્યા છે. સંશોધનકારોને ચીનમાં એક નવો સ્વાઈન ફલુ મળ્યો છે. જે કોરોનાની મહામારીમાં મુસીબત વધારી શકે છે. આ સ્ટડી અમેરિકી સાયન્સ જર્નલ 'પીએનએએસ'માં પ્રકાશિત થયેલ છે. બહાર આવેલ નવી સ્વાઈન ફલુ બિમારી ૨૦૦૯માં સમગ્ર વિશ્વમાં ફેલાયેલ એચ૧એન૧ સ્વાઈન ફલુનું જ આનુવાંશિક વંશ જ છે, એટલે કે જેનેટિકલ ડિસેન્ડન્ટ પર તે વધુ ખતરનાક છે. ચીનની અનેક યુનિ. અને ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે નવું સ્વરૂપ એટલુ તાકતવર છે કે તે માણસોને તરત બિમાર પાડી શકે છે. નવા સ્વાઈન ફલુનું સંક્રમણ જો કોરોના મહામારી દરમિયાન ફેલાશે તો ઘણી મોટી સમસ્યા ઉભી થઈ જશે.

ચીની વૈજ્ઞાનિકોએ ફલુની એક એવી નસલની ભાળ મેળવી છે જે કોરોના વાયરસન જેમ મહામારીનું રૂપ ધારણ કરી શકે છે. આ વાયરસ જી૪ ઈએ એચ૧એન૧ અંગે હમણા જ ખબર પડી છે અને તે સુવરની અંદર મળી આવ્યો છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ વાયરસ માણસોને પણ સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે. રિસર્ચરોને ભય છે કે આ વાયરસ વધારે મ્યુટેટ થઈને સહેલાઈથી એક માણસમાંથી બીજા માણસમાં ફેલાઈ શકે છે.

તેનાતી આખી દુનિયામાં મહામારીનું જોખમ ઉભુ થઈ શકે છે. ચીની વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે આ ફલુ વાયરસ એ બધા લક્ષણો છે જે માનવોને સંક્રમિત કરી શકે છે. આ વાયરસ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. તેમણે કહ્યુ કે આ વાયરસ નવો હોવાથી લોકોમાં કાં તો બહુ ઓછી રોગ પ્રતિકારક શકિત હશે અથવા હશે જ નહીં.

આ નવા વાયરસ 'જી૪ ઈએ એચ૧એન૧'ની અંદર પોતાની કોષીકાઓને કેટલાય ગણી વધારવાની ક્ષમતા છે. વૈજ્ઞાનિકોએ ચીનના અધિકારીઓ સાથે વાત કરવી પડી છે. ફલુની હાલની રસી આ વાયરસ સામે રક્ષણ આપવા સક્ષમ નથી. પ્રોફેસર કિનચો ચાંગે કહ્યું કે આપણે હજુ કોરોના સંકટમાં ઘેરાયેલા છીએ પણ અમે સંભવિત ખતરનાક વાયરસો પરથી અમારી નજર નથી હટાવી રહ્યાં.

ચાંગે કહ્યું કે આ વાયરસ અત્યારે તો આપણા માટે ખતરો નથી પણ આપણે તેને નજરઅંદાજ ન કરવો જોઈએ. વૈજ્ઞાનિકોએ કહ્યું કે સુવરમાં જ આ વાયરસને રોકવા માટે પગલાઓ લેવા પડશે. આ ઉપરાંત અહીં કામ કરતા લોકો પર પણ તેને લાગુ કરવુ પડશે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે હજુ આગળ ઉપર વધારે વાયરસો આવવાનું જોખમ ઉભુ જ છે.

(11:31 am IST)