મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

ગુજરાત સહિતનાં રાજયોની જીડીપીમાં મોટો ઘટાડો થશે

રાજયોના જીડીપીમાં ૧.૪ ટકાથી ૧૪.૩ ટકા જેટલો ઘટાડો થશે

મુંબઇ, તા.૩૦: કોરોના રોગચાળાને કારણે ચાલી રહેલા લોકડાઉનને લીધે દરેક રાજયોના જીડીપીમાં મોટો ઘટાડો થશે, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૧માં ગોવા, ગુજરાત, સિક્કિમ જેવા રાજયના જીડીપીમાં નવ ટકાથી વધારે ઘટાડો થશે, એમ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અમને લાગે છે કે કોરોનાના કારણે ચાલી રહેલા લોકડાઉનને લીધે રાજયોના જીડીપીમાં ૧.૪ ટકાથી ૧૪.૩ ટકા જેટલો ઘટાડો થશે, એમ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. કર્ણાટક, ઝારખંડ, તમિળનાડુ, કેરળ અને ઓરિસ્સામાં લોકડાઉનની અસર વધુ જોવા મળી હતી. મધ્ય પ્રદેશ, પંજાબ, બિહાર, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં લોકડાઉનની અસર સૌથી ઓછી જોવા મળી હતી.

(10:10 am IST)