મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

ભારત-ચીન ઘર્ષણઃ કોર કમાન્ડર સ્તરની ત્રીજી બેઠક ચુશુલમાં યોજાશે

મહત્વની બાબતોની કરાશે ચર્ચા

નવી દિલ્હી, તા.૩૦: ભાારતનાં લદ્દાખ ક્ષેત્રની ગલવાન દ્યાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા હિંસક દ્યર્ષણ બાદ બંને દેશો તણાવ ઓછો કરવા માટે બેઠકો યોજી રહ્યા છે. ત્યારે આજે ફરી ભારત અને ચીનના કોર કમાન્ડર સ્તરની ત્રીજી બેઠક યોજાશે. આ બેઠક ભારતના ચુશુલમાં યોજાશે. છેલ્લા એક મહિનામાં જ બંને દેશો વચ્ચે કોર કમાન્ડર સ્તરની આ ત્રીજી બેઠક છે.

કોર કમાન્ડર સ્તરની બંને બેઠકો અનુક્રમે ૬ જૂન અને ૨૨ જૂનના રોજ મળી

આ પહેલા કોર કમાન્ડર સ્તરની બંને બેઠકો અનુક્રમે ૬ જૂન અને ૨૨ જૂનના રોજ મળી હતી. આ બંને બેઠકો ચીનના મોલ્ડોમાં યોજાઇ હતી.ચુશુલમાં યોજાનારી ત્રીજી બેઠકનો એજન્ડા બંને પક્ષો દ્વારા નિયત કરાયેલા પ્રસ્તાવોને આગળ ધપાવવાનો રહેશે.

ચુશુલમાં યોજાનારી ત્રીજી બેઠક

સાથે જ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે હાલના ગતિરોધ દરમ્યાન તમામ વિવાદિત વિસ્તારો પર પણ ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે ૧૪ કોર કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.

(10:09 am IST)