મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

સેટેલાઈટ તસ્વીરોમાં ખુલાસોઃ ગલવાનમાં ચીને અડધા કિલોમીટર સુધી ભારતીય સીમામાં ઘુસણખોરી કરી

નવી દિલ્હી, તા. ૩૦ :. સેટેલાઈટ તસ્વીરોથી એવુ સ્પષ્ટ થાય છે કે લડાખના ગલવાન ઘાટીમાં ૪૨૩ મીટર અંદર સુધી એટલે કે લગભગ અડધા કિ.મી. સુધી ભારતીય ક્ષેત્રમાં ચીને ઘુસણખોરી કરી છે. જે ચીને પોતાના ૧૯૬૦ના દાવાથી ઘણી આગળ છે.

એનડીટીવીના જણાવ્યા પ્રમાણે ૨૫ જૂને મળેલ હાઈ રીઝોલ્યુશન સેટેલાઈટ તસ્વીરોમાં ભારતીય ક્ષેત્રના ૪૨૩ મીટરના વિસ્તારમાં ચીનના ૧૬ તંબુ, એક મોટુ સેલ્ટર અને ઓછામાં ઓછી ૧૪ જેટલી ગાડીઓ નજરે પડે છે.

૧૯૬૦-૬૧માં બન્ને દેશો વચ્ચે થયેલી સમજુતીનો ચીને ભંગ કર્યો છે.

(10:10 am IST)