મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

તામિલનાડુમાં કોરોનાનો વધતો કહેર : અત્યાર સુધીમાં સૌથી વધુ 4 હજાર નવા પોઝીટીવ કેસ

ચેન્નઈમાં નવા 2207 પોઝીટીવ કેસ :કુલ કેસનો આંકડો 55969 થયો

 

તામિલનાડુમાં આજે સૌથી વધુ કોરોના સંક્રમણનો નવો રેકોર્ડ બન્યો છે. તામિલનાડુમાં પણ કોરોના મહામારીનો આંક 4 હજાર જેટલો આવ્યો છે. તામિલનાડુમાં આજે 3949 જેટલા નવા પોઝીટીવ આવ્યા છે. જ્યારે 62 લોકોના મોત થયા છે. તામિલનાડુમાં 2212 લોકો સાજા થતાં તેમને રજા આપી છે

 . તામિલનાડુમાં ચેન્નઈમાં સૌથી વધુ સંક્રમણ થયું છે. ચેન્નઈમાં આજે વધુ નવા 2207 પોઝીટીવ આવતાં કુલ સંક્રમણનો આંક 55969 જેટલા લોકો પોઝીટીવ આવ્યા છે. ચેન્નઈમાં 21685 કેસ એક્ટીવ છે. જ્યારે તામિલનાડુમાં 37334 કેસ એક્ટિવ છે. તામિલનાડુમાં આજે વધુ 62 લોકોના મોત થતાં કુલ મોતની સંખ્યા 1141 થઈ છે.

 

(10:51 pm IST)