મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

UAE માં 1 જુલાઈથી આંતર રાષ્ટ્રીય વિમાની સેવા શરૂ : પાકિસ્તાન સિવાયના વિઝાધારકો માટે પ્રવેશ : કોરોના ટેસ્ટ ફરજીયાત સહીત નવી ગાઇડ લાઇનનો અમલ જરૂરી

દુબઇ : કોરોના મહામારીને કારણે ઠપ્પ થઇ ગયેલા ધંધા ઉદ્યોગો ફરીથી ધબકતા કરવા માટે યુ.એ.ઈ.સરકારે 1 જુલાઈથી આંતર રાષ્ટ્રીય વિમાન સેવાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.જે અંતર્ગત પાકિસ્તાન સિવાયના દેશોના વિઝાધારકો પ્રવેશ મેળવી શકશે.
જોકે આ માટે અમુક શરતો અમલી બનાવાઈ છે.જે મુજબ અધિકૃત લેબોરેટરીમાંથી કોરોના ટેસ્ટ ફરજીયાત કરાયો છે.તે સિવાય પ્રવેશ મળી શકશે નહીં.એટલુંજ નહીં આ ટેસ્ટ 72 કલાક પહેલા કરાવેલો હોવો જોઈએ જે વિમાનમાંથી ઉતર્યા પછી બતાવવાનો રહેશે.આ ટેસ્ટ કરાવવા માટે 17 દેશોમાં યુ.એ.ઈ.ની માન્યતા પ્રાપ્ત 106 લેબોરેટરી છે.
ઉપરાંત મેડિકલ અને ક્વોરેન્ટાઇન ખર્ચ સહિતના ખર્ચ યાત્રિકે અથવા તેની કંપનીએ  ભોગાવવાંના રહેશે.તથા યુ.એ.ઈ.પહોંચ્યા પછી સ્માર્ટ સર્વિસ મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે

(6:43 pm IST)