મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

અમેરિકામાં વસતા 34 લાખ જેટલા મુસ્લિમોને રાજી કરવા બાઇડને ભારત વિરોધી વલણ અપનાવ્યું : NRC-CAA નો વિરોધ કર્યો : હિન્દૂ મતો ટ્રમ્પને મળવાથી અઘરી જીત સરળ બનશે : અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં રસાકસી

વોશિંગટન : અમેરિકામાં નવેમ્બર 2020 માં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીઓમાં વર્તમાન રિપબ્લિક પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે અમુક રાજ્યોમાં પાંખી બહુમતી મેળવી રહેલા જો બૈડનનું તાજેતરનું વિવાદાસ્પદ નિવેદન તેના સમર્થનમાં ઘટાડો કરાવનારું નીવડે તેવી શક્યતા છે.
જે મુજબ તેણે ભારતમાં અમલી બનાવાયેલ NRC-CAA નો વિરોધ કર્યો છે.જે અમેરિકામાં વસતા 34 લાખ જેટલા મુસ્લિમોને રાજી કરવાનું પગલું છે.પરંતુ સામે પક્ષે તેમના આ મંતવ્યથી હિંદુઓમાં નારાજગી ફેલાઈ શકે છે.જે વર્તમાન પ્રેસિડન્ટ ટ્રમ્પ માટે ફાયદાકારક નીવડી શકે છે.
વધારામાં ટ્રમ્પની તાજેતરની ભારતની મુલાકાત અને તેને મળેલો ભવ્ય આવકાર ઉપરાંત ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથેના મિત્રતાના સબંધો ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભારતીયોના મત ખેંચી લાવનાર બની શકે છે.

(6:20 pm IST)