મુખ્ય સમાચાર
News of Saturday, 30th May 2020

૭૧ ટકા ભારતીયોના મતે સરકારના સ્ટીમ્યુલસ પેકેજથી અર્થતંત્ર રિકવર થશે

પ૦ ટકાથી પણ ઓછા લોકોને લાગે છે કે તેમને વ્યકિતગત રીતે ફાયદો થશે

મુંબઇ, તા. ૩૦ :  એેક સર્વે મુજબ ૭૧ ટકા ભારતીયોને લાગે  છે કે સરકારે જાહેર કરેલા ૨૨૦ લાખ કરોડના  સ્ટીમ્યુલસ પેકેજને કારણે અ્ધતંત્રમાં રિકવરી  જોવા મળશે. વૈશ્વિક માર્કેટ રિસર્ચ અને ડેટા  કંપની યૂજીઓવી ઓમ્નિબસ(You Gos Omnibus) દ્વારા આ અંગે ઓનલાઈન સર્વે  કરવામાં આવ્યો હતો, જેમાં ૧૯ મેથી ૨૨ મે  વચ્ચે ૧૦૦૫ લોકોના અભિપ્રાય લેવાયા હતા.  આ સર્વે મુજબ ૭૧ ટકા ભારતીયોએ કહ્યું હતું કે  રિલીફ પેકેજથી આર્થિક રિકવરી જોવા મળશે.  ટિયર-૩ શહેરોમાં આવું માનનારા લોકોની  ટકાવારી ૭૬ ટકા હતી જયારે ટિયર-૧   શહેરોમાં  તની ટકાવારી ૬૭ ટકા હતી.  

પેકેજ અંગે માત્ર ૧૫ ટકા લોકોએ નાખુશી  દર્શાવી હતી. તેમાં દક્ષિણ ભારતના લોકરમાં  અસંતોષ સોથી વધારે હતો. ૨૧ ટકા દક્ષિણ   ભારતીયોના મતે પેકેજ પૂરતું નથી. એ જ રીતે   ટિયર-૧ શહેરોના ૨૧ ટકા લોકો નાખુશ હતા  અને ટિયર-રના ૧૪ ટકા લોકો નાખુશ હતા.  ટિયર-૩ શહેરોના ૧૦ ટકા લોકો નારાજ હતા.   

બહુમતી લોકોએ આર્થિક પેકેજનું સમર્થન  કર્યું તેમ છતાં પ૦ ટકાથી પણ ઓછા લોકોનું  માનવું છે કે તેનાથી તેમને વ્યકિતગત રીતે કોઈ કાયદો થશે. શહેરી ભારતીયોમાં ૪૩ ટકા  લોકોને લાગે છે કે આરોગ્ય પર જાહેર ખર્ચ  વધશે તેનાથી તેમને સૌથી વધારે ફાયદો થશે.  ૪૦ ટકાએ કહ્યું કે TDS/TC માં ઘટાડો કરાયો  તેનાથી તેમને કાયદો થશે.

સર્વેમાં ૩૩ ટકા લોકોએ કહ્યું હતું કે મધ્યમ  આવક ધરાવતા ગ્રુપ માટે ક્રેડિટ લિન્કડ  સબસિડી સ્કીમનો વ્યાપ વધારવાથી તેમને    ફાયદો થશે. ૩૧ ટકાને લાગ્યું છે કે ટોપ ૧૦૦ યુનિવર્સિટીઓ દ્વારા ઓનલાઈન કોર્સ શરૂ  થવાથી તેમને ફાયદો થશો. મુદ્ર-શિમુ લોનથી  નાના બિઝનેસ માટે વ્યાજ સબસિડીનો ફાયદો  થશે તેવું ૩૦ ટકા લોકોને લાગ્યું છે.

(11:32 am IST)