News of Thursday, 30th May 2019
શપથવિધિમાં પી.ટી.ઉષા, રાહુલ દ્રવિડ, સાયના નેહવાલ દીપા કર્માંકર સહિતની ખેલજગતની હસ્તીઓ આમંત્રિત
નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે બીજીવાર દેશના પીએમ પદના શપથ લેશે. મોટી જીત બાદ શપથ ગ્રહણ સમારોહની ખાસ તૈયારી ચાલી રહી છે. પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પીટી ઉષા, રાહુલ દ્રવિડ, જવગલ શ્રીનાથ, હરભજન સિંહ, બેડમિંટન ખેલાડી સાયના નેહવાલ, કોચ પુલેલા ગોપીચંદ અને જીમનાસ્ટ દીપા કર્માકર સહિત ખેલ દુનિયાના અનેક સ્ટાર હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે
(12:00 am IST)