મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

પશ્ચિમ બંગાળના પુરુલિયામાં ભાજપના દલિત કાર્યકરની હત્યા કરી લાશ ઝાડ સાથે લટકાવી દેવાઈ:ભારે તંગદિલી

લાશ પાછળ પોસ્ટરમાં લખ્યું છે ભાજપ માટે કામ કરી રહેલ દરેક વ્યક્તિની આ જ હાલત થશે

 

પુરુલિયા:પશ્ચિમ બંગાળનાં પુરુલિયામાં ભાજપનાં એક દલિત કાર્યકર્તાની હત્યા કરીને તેની લાશ એક ઝાડ સાથે લટકાવી દેવાઈ છે તેની લાશની પાછળ એક પોસ્ટર છે જેમાં લખ્યું હતું, ભાજપ માટે કામ કરી રહેલ દરેક વ્યક્તિની હાલત થશે પુરુલિયાનાં બલરામપુર પોલીસ સ્ટેશન વિસ્તાર કે જ્યાં સુપરઢિહ ગામની નજીક જંગલમાં એકે ઝાડ પર ભાજપનાં દલિત કાર્યકર્તાની લાશ લટકતી જોઇને સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ હતી

  મૃતકની ઓળખ 18 વર્ષીય ત્રિલોચન મહતો તરીકે થઇ છે ભાજપ નેતાઓનું કહેવું છે કે કેટલાક નકાબ બાંધેલા લોકોએ તે યુવકને પરાણે તેનાં ઘરથી ઉઠાવી ગયા હતા. હાલની પંચાયત ચૂંટણીમાં ભાજપની તરફથી ત્રિલોચનની સક્રિય ભાગીદારીનાં કારણે તેની હત્યા કરી દેવામાં આવી હતી. તેની હત્યા પાછળ પણ એક પોસ્ટર મળ્યું હતું જેમાં લખ્યું હતું કે ઓછી ઉંમરમાં ભાજપ માટે કામ કરવાનું પરિણામ છે

   ઘટનાની જાણ થતા સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓ એકત્ર થઇ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો તેઓ પોલીસને ત્રિલોચનની લાશ લઇ જતા પણ અટકાવી રહ્યા હતા. લોકોએ ભાજપનાં નેતા ત્રિલોચનની હત્યામાં સંડોવાયેલા આરોપીઓની તુરંત ધરપકડ કરવા માટેની માંગ કરી રહ્યા હતા આશ્વાસન આપીને પોલીસે લોકોને શાંત કર્યા અને ભાજપ કાર્યકર્તાઓનું શબ કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું. ઘટના બાદ સમગ્ર વિસ્તારની પરિસ્થિતી તંગ થઇ ગઇ છે

(12:11 am IST)