મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

BSNLની ધમાકેદાર યોજના :હવે લેન્ડ લાઈન ફોનમાં ચેટિંગ,મેસેજિંગ અને વિડિઓ કોલિંગની મળશે સુવિધા

ટેલિફોન એક્સચેન્જીસ નેક્સ્ટ જનરેશન નેટવર્કિંગ (NGN) ટેક્નોલોજીથી અપગ્રેડ કરાઈ રહ્યાં છે

 

મુંબઈ:હવે બીએસએનએલ તેના લેન્ડલાઈન ફોન્સમાં ચેટિંગ, મેસેજિંગ (એસએમએસ), વિડિયો કોલિંગ અને પર્સનલ રિંગબેક ટોન જેવી અનેક સુવિધા મળશે આ માટે ટેલિફોન એક્સચેન્જીસ નેક્સ્ટ જનરેશન નેટવર્કિંગ (NGN) ટેક્નોલોજીથી અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે.

   બીએસએનએલ રાજસ્થાનમાં તેના ટેલિફોન એક્સચેન્જીસને અપગ્રેડ કરી રહી છે જેથી લેન્ડલાઈન ફોન્સ સ્માર્ટફોન્સની જેમ કામ કરશે. એમાંથી એસએમએસ થઈ શકશે, ચેટિંગ કરી શકાશે અને વિડિયો કોલ્સ પણ કરી શકાશે.

   કંપનીના એક અધિકારીનું કહેવું છે કે યુઝરે આ સુવિધાઓ જોઈતી હશે તો પોતાના લેન્ડલાઈન ફોનને આઈપી ફોન સાથે અપગ્રેડ કરાવવો પડશે

 

(10:51 pm IST)