મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

જાહેર ક્ષેત્રની બેંકોનું નુકસાન કલાકમાં ૯ કરોડ : અહેવાલ

પીએસયુ બેંકોને દરરોજ ૨૧૭ કરોડનું નુકસાન : નાના શહેરોમાં રહેતા લોકો વધુ તકલીફમાં : બેડ લોનનો આંકડો ૮.૬ લાખ કરોડ સુધી પહોંચ્યો : રિપોર્ટમાં દાવો

નવીદિલ્હી,તા. ૩૦ : સરકારી બેંકો તેમના બુકને ક્લિન કરવા લાગેલી છે ત્યારે હાલમાં જ જારી કરવામાં આવેલા નવા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં દર કલાકમાં જાહેર ક્ષેત્રની બેંકોને નવ કરોડનું નુકસાન થઇ રહ્યું છે. નાના શહેરોના સપનાઓ તુટી રહ્યા છે. જાહેરક્ષેત્રની બેંકોનું નુકસાન ૭૯૦૦૦ કરોડથી ઉપર પહોંચી ગયું છે જ્યારે બેડલોનનો આંકડો નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૮.૬ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. દેશના બેંકિંગ ઇતિહાસમાં આ હજુ સુધીનો સૌથી મોટો આંકડો છે. પીએસયુ બેંકોએ ૨૦૧૭-૧૮માં દરરોજ ૨૧૭ કરોડ ગુમાવ્યા છે. નાણાંકીય આંકડાની વાત કરવામાં આવે તો સંપત્તિનો કુલ આંકડો ઇન્ડિયન બેંકનો ટકામાં ૭.૪નો છે. બેંકિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ નુકસાન હાલમાં થઇ રહ્યું છે. નેટપ્રોફિટ-નુકસાન અને એમપીએનો આંકડો ચિંતા ઉપજાવે તે પ્રકારનો રહ્યો છે. નાના શહેરોમાં આના લીધે વધારે નુકસાન થયું છે.

(7:31 pm IST)