મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

બજારમાં મંદી-સેંસકસમાં ૧ર૦ પોઇન્ટનો ઘટાડો

નિફટી ૩૩ પોઇન્ટ ઘટીને ૧૦૬૦૦ ની નીચી સપાટીએ

મુંબઇ,તા. ૩૦: શેરબજારમાં આજે મંદીનુ મોજુ ફરી વળ્યુ છે. કારોબારની શરૂઆત થયા બાદ બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં મંદી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેસેક્સ ૧૯૮ પોઇન્ટ ઘટીને ૩૪૭૫૦ની સપાટી પર બપોરે રાા વાગ્યે આંક ૧ર૦ ડાઉન સાથે ૩૪૮ર૪ તો નીફટી ૩૩ ડાઉન સાથે ૧૦૬૦૦ હતી, યુરોપીયન માર્કેટ ખરાબ આવતા ભારતીય શેરબજારમાં ર૦૦ પોઇન્ટની વધઘટ જોવાઇ હતી.

મંગળવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૧૬ પોઇન્ટ ઘટીને ૩૪૯૪૯ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૫૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૫૫ પોઇન્ટ ઘટીને ૧૦૬૩૩ની સપાટીએ રહ્યો હતો. તેમાં ૫૫ પોઇન્ટનો ઘટાડો રહેતા કારોબારીઓ નિરાશ દેખાયા હતા. બેંકિંગ અને ફાયનાન્સિયલ શેરોમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. યુરોપિયન ફાઈનાન્સિયલ માર્કેટમાં સતત બીજા દિવસે વેચવાલીનું મોજુ રહ્યું હતું. જાપાનના નિક્કીમાં ૦.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો.

(4:01 pm IST)