મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

પાકિસ્‍તાનમાં શીખ ધર્મગુરૂની હત્‍યા

ખૈબર પ્રાંતમાં પૂ. ચરણજિત સિંઘને ગોળી ધરબી દીધી : તેઓ માનવ અધિકાર કાર્યકર્તા પણ હતાઃ શીખ સમુદાયનો રોષ ફાટયો

ઇસ્‍લામાબાદ તા. ૩૦ : પાકિસ્‍તાનના ઉત્તર પヘમિી શહેરમાં પ્રખ્‍યાત શીખ નેતા અને દક્ષિણપંથી કાર્યકર્તા ચરણજીત સિંહની ગોળી મારીને હત્‍યા કરવામાં આવી છે. ૫૨ વર્ષીય શીખ નેતાને ખૈબર પખ્‍તૂનખ્‍વા શહેરમાં સ્‍કેમ ચોકમાં તેમી દુકાનની અંદર જ ગોળી મારીને હત્‍યા કરવામાં આવી હતી.

પોલીસ અધિકારી શૌકત ખાને કહ્યું કે, એક હુમલાવર દુકાનની અંદર ગયો અને તેણે ગોળી મારીને હત્‍યા કરી અને બાદમાં ભાગી ગયો. હજૂ સુધી તે જાણવા નથી મળ્‍યુ કે આ હત્‍યા ટાર્ગેટ હત્‍યા છે કે કોઇ દુશ્‍મનાવટમાં હત્‍યા કરવામાં આવી છે.

એક્‍સપ્રેસ ટ્રિબ્‍યૂને જણાવ્‍યુ હતુ કે, ચરણજીત સિંહ ઘણા વર્ષોથી પેશાવરમાં રહેતા હતાં, પરંતુ તેમનો પરિવાર કુરમ એજંસીમાં રહે છે. ઘણા સમયથી મેટ્રોપોલિટન શહેરમાં તેમની દુકાન હતી. તેમની હત્‍યા બાદ અલ્‍પસંખ્‍યક સમુદાયમાં ભયનો માહોલ વ્‍યાપી ગયો છે. શહેરના પૂર્વમાં પણ ઘણા શીખોની હત્‍યા થઇ ચૂકી છે.

પેશાવરમાં રહેવાવાળા શીખ પેશાવારમાં જ કામ કરે છે. તે જ જગ્‍યાએ જો તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે તો તે યોગ્‍ય ના ગણાય.

(3:48 pm IST)