મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

કાલે યુપીમાં ખેડૂતોની મહાપંચાયત

શેરડીની કિંમતો મામલે મહાપંચાયત બોલાવવાનું એલાન

બાગપત તા. ૩૦ : પヘમિ યુપીમાં શેરડીની કિંમતોને લઈને ખેડૂતોનો આક્રોશ વધી રહ્યો છે. બાગપતના ખેડૂતોએ ૩૧મી મેના રોજ શેરડીની કિંમતો મામલે મહાપંચાયત બોલાવવાનું એલાન કર્યું છે. બાગપતના બડૌત તાલુકાના ઘણા ગામડાના ખેડૂતોએ નક્કી કર્યું છે કે હવે આને આંદોલનનું સ્‍વરૂપ આપવામાં આવશે. આ સિવાય ખેડૂતોની મહાપંચાયતમાં ધરણાં દરમિયાન મૃત્‍યુ પામેલા ખેડૂત ઉદયવીરસિંહના મામલે પણ ચર્ચા થશે.

આ મહાપંચાયતને લઈને ખેડૂતો દ્વારા મોટું સંપર્ક અભિયાન પણ હાથ ધરાયું છે અને કોઈ મોટા નિર્ણયની શક્‍યતા પણ ચર્ચાઈ રહી છે. મહાપંચાયતના એલાન બાદ બાગપત પોલીસની ઉંઘ હરામ થઈ ચુકી છે. મહત્‍વપૂર્ણ છે કે પヘમિ યુપીની કેરાના લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં શેરડીનું વાવેતર કરનારા ખેડૂતોનો મુદ્દો ઘણો મહત્‍વપૂર્ણ હતો.

(5:19 pm IST)