મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

પશ્ચિમ બંગાળ- ઝારખંડ યુપી- બિહાર- ઉત્તરાખંડમાં ફરી આંધી- તોફાનનો ખતરોઃ તટીય વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન ખાતાની આશંકા

નવી દિલ્હી તા. ૩૦ : કર્ણાટક ચુંટણીના ૧૭ દિવસ બાદ પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં ઘટાડો તો થયો પરંતુ તે પણ ફકત ૧ પૈસો. જો કે સવારે જ્યારે તેલ કંપનીઓ દ્વારા ડેટા જાહેર કરાયો ત્યારે તેમાં પેટ્રોલમાં ૬૦ પૈસા અને ડિઝલમાં ૫૬ પૈસાનો ઘટાડો જોવા મળ્યો પરંતુ એક કલાકની અંદર તેલ કંપનીઓએ તેને બદલાવી નાખ્યું તેના માટે ટેકનિકલ ભૂલને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પેટ્રોલ-ડીઝલના પહેલાના ભાવોને સુધારીને મૂકયા છે, જે મુજબ પેટ્રોલના ભાવ દિલ્હીમાં ૬૦ અને મુંબઈમાં ૫૯ પૈસા નહીં પરંતુ ફકત ૧ પૈસો જ સસ્તા થયા છે. તે જ રીતે ડીઝલના ભાવ દિલ્હીમાં ૫૬ પૈસા અને મુંબઈમાં ૫૯ પૈસા નહીં પરંતુ ફકત ૧ પૈસો જ ઘટ્યા છે. ગત દિવસોમાં પેટ્રોલ ૪ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૩.૬૨ રૂપિયા સુધી મોંઘું થઇ ગયું હતું. ભાવ ઘટાડો કરીને મોદી સરકારે મજાક કરી હોય તેવો અહેસાસ સામાન્ય પ્રજાને થઈ રહ્યો છે. આઈઓસી ૧૭માં દિવસે ૧ પૈસાનો ઘટાડો કર્યો હોવાનું વટથી કહી રહી છે કે જાણે પ્રજા પર ઉપકાર ના કર્યો હોય.

૧૭ દિવસથી સતત વધી રહેલી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં માત્ર એક પૈસાનો ઘટાડો થયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક પૈસાનો ઘટાડો કરી દેશની જનતા સાથે છેતરપિંડી કરવામાં આવી છે.. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૮.૪૨ રૂપિયા તો ડીઝલ ૬૯.૩૦ રૂપિયા પ્રતિલીટર છે. ઙ્ગજયારે મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ ૭૮.૪૩ અને ડીઝલ ૬૯.૩૧ રૂપિયા પ્રતિ લીટર હતું. આજે સવારે એવા અહેલાવ પ્રાપ્ત થયાં હતા કે, પેટ્રોલની કિંતમમાં ૬૦ પૈસા અને ડીઝલના ૫૬ પૈસાનો ઘટાડો થયો હતો. જોકે બાદમાં ઈન્ડિયન ઓઈલે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયેલા ફેરફાર મામલે પોતાની ભૂલનો સ્વિકાર કર્યો હતો.

(3:14 pm IST)