મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

એર એશિયાના પૂર્વ CEO મૃત્યુંજય ચંદેલિયાનો ઘટસ્ફોટ : આંતરાષ્ટ્રીય લાઈસન્સ અને વિદેશી રોકાણ માટે 50 લાખ ડોલરની લાંચ UPA સરકારના મંત્રીને અપાઈ : CBIએ દેશભરમાં ૬ સ્થળોએ પાડી રેડ

નવી દિલ્હી : પ્રાઈવેટ એરલાઈન કંપની એર એશિયાને આંતરાષ્ટ્રીય લાઈસન્સ અને વિદેશી રોકાણ માટે FIPBની મંજૂરી માટે યૂપીએ સરકારના એક ઉડ્ડયન મંત્રીને 50 લાખ ડોલર રૂપિયાની લાંચ આપવામાં આવી છે. એર એશિયાના પૂર્વ CEO મૃત્યુંજય ચંદેલિયાએ આ ખુલાસો કર્યો છે. CBI હાલ તો આ મામલે યૂપીએ-2 સરકારમાં મંત્રી રહેલા 2 નેતાઓની ભૂમિકાની તપાસ કરવાની તૈયારીમાં છે.

CBIએ આંતરાષ્ટ્રીય ઉડાન માટેનું લાઈસન્સ મેળવવા માટે નિયમોનાં ઉલ્લંઘનને લઈને કેસ દાખલ કર્યો છે. CBIની FRIમાં એર એશિયા મલેશિયાના સમુહ CEO અંથની ફ્રાંસિસ 'ટોની' ફ્રર્નાંડીઝ સિવાય ટ્રેવલ ફૂડના માલિક સુનીલ કપૂર, એર એશિયાના નિર્દેશક આર.વેંકટરમણ, એવિએશન એડવાઈઝર દીપક તલવાર, સિંગાપુરના એસએનઆર ટ્રેડિંગના નિર્દેશક રાજેન્દ્ર દુબે અને અજ્ઞાત સરકારી કર્મચારીઓના નામ FIRમાં સામેલ છે.

કોઈ પણ એરલાઈન કંપનીએ આંતરરાષ્ટ્રીય લાઈસન્સ માટે 5 વર્ષ અનુભવ અને 20 વિમાનો હોવા જરૂરી હોય છે. CBI અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નિયમોને નેવે મુકીને એર એશિયાને લાઈસન્સ આપવામાં આપવામાં આવ્યું છે.

CBI અધિકારીઓએ જણાવ્યું કે આ મામલો લાઈસન્સ મેળવવા માટે કંપની તરફથી 5/20 નિયમનું કથિત ઉલ્લંઘન સાથે જોડાયેલો છે. આ સિવાય FIPBના નિયમોનું ઉલ્લંઘનનો મામલો પણ સામેલ છે. એવિએશન સેક્ટરમાં 5/20ના નિયમનો મતલબ થાય છે કે કોઈ કંપની માટે 5 વર્ષનો અનુભવ અને 20 વિમાનો હોવા અનિવાર્ય છે. ત્યારે જ તે આંતરરાષ્ટ્રીય ઉડાન ભરી શકે છે.

CBIનો આરોપ છે કે ફર્નાંડીઝે લાઈસન્સ મેળવવા માટે સરકારી અધિકારીઓને ભલામણ કરી કે તેઓ હાલના નિયમ 5/20ને હટાવી દે અને નિયમોમાં બદલાવ લાવે. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે દિલ્હી, મુંબઈ અને બેંગલુરૂ સહિત 6 સ્થાનો પર રેડ પાડવામાં આવી છે. 

 

(2:33 pm IST)