મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

દક્ષિણ ભારતમાં ધમધોકાર પ્રવેશતું ચોમાસુ : મેંગલોરમાં વરસ્યો મુશળધાર : ગુજરાતવાસીઓ આતુરતાથી જોઈ રહ્યા મેઘાની વાટ

મેંગલોર : અમદાવાદમાં ભલે હાલ જોરદાર બફારા સાથે ગરમી લાગી રહી હોય, પરંતુ કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે. ચોમાસાના દસ્તક દેતાની સાથે જ સાઉથના રાજ્યોમાં જોરદાર વરસાદ પણ શરુ થઈ ગયો છે. કર્ણાટકના મેંગલોરમાં તો વરસાદ પહેલા જ દિવસે એટલો ધોધમાર વર્સ્યો હતો કે, લોકો હાલાકીમાં મૂકાઈ ગયા હતા. સાઉથના વરસાદની આ તસવીરો જોઈ કદાચ ગુજરાતવાસીઓ પણ વિચારતા થઈ જશે, કે આપણે ત્યાં આવો વરસાદ ક્યારે આવશે?

(2:32 pm IST)