મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

વિશ્વએ સાથે મળી આતંકવાદ સામે લડવું પડશેઃ નરેન્‍દ્રભાઈ

ઈન્‍ડોનેશીયાએ સબાંગ બંદરના આર્થીક તથા સૈન્‍ય ઉપયોગની ભારતને મંજુરી આપીઃ ચીનને મોટો ઝાટકો : સમુદ્ર, વ્‍યાપાર અને રોકાણ સહિતના ૧૫ મુદ્દાઓ પર કરારોઃ કાલીબાટા સ્‍મારક ખાતે શહીદ સૈનિકોને શ્રધ્‍ધાંજલી અર્પીઃ બન્‍ને નેતાઓએ મસ્‍જીદની મુલાકાત લીધી અને પતંગ પણ ચગાવી

જકાર્તાઃ ત્રણ દેશોની મુલાકાતના પહેલાં તબક્કામાં વડાપ્રધાન મોદી અત્‍યારે ઈન્‍ડોનેશિયામાં છે. બુધવારે સવારે નરેન્‍દ્રભાઈ મોદીએ રાષ્ટ્રપતિ જોકો વિદોદો સાથે મુલાકાત કરી હતી. ત્‍યારપછી બંને કાલીબાટા સ્‍મારક ગયા હતા. ત્‍યાં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે બંને નેતાઓ વચ્‍ચે પ્રતિનિધિ મંડળ સ્‍તરની વાતચીત પણ કરવામાં આવી હતી. તેમાં દરિયા, વેપાર અને રોકાણ સહિત ઘણાં ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ વાતચીત પછી જોઈન્‍ટ સ્‍ટેટમેન્‍ટ રજૂ કરવામાં આવ્‍યું હતું. સંબોધન દરમિયાન મોદીએ આતંકવાદની નિંદા કરતા કહ્યું હતું કે, સમગ્ર વિશ્વએ સાથે મળીને આતંકવાદ સામે લડવું પડશે.

સંબોધનમાં મોદીએ ભવ્‍ય સ્‍વાગત માટે ઈન્‍ડોનેશિયાનો આભાર માન્‍યો હતો. સાથે સાથ ઈન્‍ડોનેશિયામાં થયેલા આતંકવાદી હુમલાની  નિંદા કરેલ. તેમણે સમગ્ર વિશ્વએ સાથે મળીને આતંકવાદ સામે લડવું પડશે તેમ જણાવેલ. સુમદ્રી વિસ્‍તારમાં બંને દેશોની ચિંતા એક સમાન છે. સિક્‍યુરિટી એન્‍ડ ગ્રોથ ફોર ઓલ એટલે 'SAGAR' નો મંત્ર પણ આપેલ.

 ઈન્‍ડોનેશિયામાં નરેન્‍દ્રભાઈ બે દિવસ રોકાશે. ત્‍યારપછી તેઓ ત્‍યાંથી મલેશિયા અને સિંગાપોર જશે. વિદેશ મંત્રાલયના     અને સિંગાપોરની બીજી વખતની મુલાકાત છે.

કાલીબાટામાં તે સૈનિકોને દફનાવવામાં આવ્‍યા છે જેમણે દ્વિતીય વિશ્વ યુદ્ધના સમયે ઈન્‍ડોનેશિયાને ડચથી આઝાદી અપાવી હતી. અહીં ૧૦૦૦ જાપાની સૈનિકોને દફનાવવામાં આવ્‍યા છે. તેમણે આઝાદીની આ લડાઈમાં ઈન્‍ડોનેશિયાને સાથ આપ્‍યો હતો. અહીં ૧૯૫૩માં કબ્રિસ્‍તાન બનાવવામાં આવ્‍યું હતું.

આ ઉપરાંત  ઈન્‍ડોનેશિયા સાથે ૨૦૦૫માં  રણનીતિક ભાગીદારી શરૂ થઈ હતી. અહીં એક લાખ ભારતીયો રહે છે. તેમને મોદી સંબોધન કરશે. દક્ષિણ-પૂર્વ એશિયામાં ઈન્‍ડોનેશિયા, ભારતનો સૌથી મોટો ભાગીદાર છે. તેમની સાથે વર્ષે ૧.૨૨ લાખ કરોડ રૂપિયાનો વેપાર થાય છે.

બન્‍ને દેશો વચ્‍ચે હજારો વર્ષોથી ભાગીદારી વધુ આગળ લઈ જવાનું નકકી કર્યાનું જણાવેલ. નરેન્‍દ્રભાઈએ આસીયાનમાં ઈન્‍ડોનેશીયાની સકારાત્‍મક ભૂમિકા હોવાનું જણાવી બન્‍ને દેશો દ્વીપક્ષીય વેપાર વધારવા પણ સહમત થયાનું ઉમેરેલ.

પીએમ મોદી પાંચ દિવસ માટે ઈન્‍ડોનેશિયા, મલેશિયા અને સિંગાપુરની યાત્રા છે. ત્રણ દેશોમાંથી સૌથી ખાસ ઈન્‍ડોનેશિયાની મુલાકાત છે. પીએમની આ મુલાકાતનો હેતુ ભારત અને ઈન્‍ડોનેશિયા વચ્‍ચે રાજકીય, આર્થિક અને સામરિક હિતોને મજબૂતી આપવાનો છે. ત્‍યારે સામરિક રૂપથી મહત્‍વપૂર્ણ સબાંગ બંદરના આર્થિક અને સૈન્‍ય ઉપયોગની મંજૂરી ઈન્‍ડોનેશિયાએ ભારતને આપી દીધી છે. જેને ચીન માટે મોટો ઝટકો માનવામાં આવે છે.

સામરિક દ્રષ્ટીકોણથી ઘણો જ ખાસ સબાંગ દ્વીપ અંડમાન નિકોબાર ટાપુથી ૭૧૦ કિલોમીટરના અંતરે જ છે. સુમાત્રાથી ઉત્તરી બાજુ અને મલક્કા સ્‍ટ્રેટની નજીક આ સબાંગ દ્વીપ પર ચીનને ઘણો જ રસ હતો. જો કે ઈન્‍ડોનેશિયાએ ચીનને બાજુ પર હડસેલી ભારતને આર્થિક અને સૈન્‍ય મંજૂરી આપી છે.ભારત સબાંગના પોર્ટ અને ઈકોનોમિક ઝોનમાં રોકાણ કરશે અને હોસ્‍પિટલ પણ બનાવશે. મલક્કા સ્‍ટ્રેટને વિશ્વના સમુદ્રના રસ્‍તામાં છ પાતળા રસ્‍તા છે તેમાંથી એક પાતળો રસ્‍તો માનવામાં આવે છે. સૈન્‍ય અને આર્થિક રૂપથી આ દ્યણો જ મહત્‍વનો છે. સાથે જ આ રસ્‍તેથી કાચા તેલથી લદાયેલાં જાહજો પણ પસાર થાય છે. આ એ જ વિસ્‍તાર છે તેનાથી ભારતનો ૪૦ ટકા સમુદ્રી વેપાર થાય છે.

સામરિક રીતે જોવામાં આવે તો સબાંગ દ્વીપના આ બંદરની ઊંડાઈ ૪૦ મીટરની છે, જેથી સબમરિન સહિત દરેક પ્રકારના જહાજોને રાખવા માટે ઉપયુક્‍ત માનવામાં આવે છે. વર્લ્‍ડ વોર ૨ સમયે જાપાને આ દ્વીપનો ઉપયોગ સૈન્‍ય ઠેકાણાં તરીકે કર્યો હતો. સાથે પોતાના જહાજો પણ રાખ્‍યા હતા. ચીને સબાંગ વિસ્‍તારમાં ઉપયોગ અને વિકાસ પ્રત્‍યે રસ દાખવ્‍યો હતો.

ઈન્‍ડોનેશિયાએ ભારતને આ ભેટ તેમની મુલાકાત પહેલાં જ આપી હતી. વડાપ્રધાન તરીકે મોદીની આ પહેલી ઈન્‍ડોનેશિયા યાત્રા છે. ઈન્‍ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ આ આમંત્રણ આપ્‍યું હતું. ભારત અને ઈન્‍ડોનેશિયાના સબાંગમાં સહયોગના પ્રસ્‍તાવ પર ૨૦૧૪-૧૫થી વિચાર શરૂ થઈ ગયો હતો. હિંદ-પ્રશાંત મહાસાગરમાં ચીનની વધતી જતી તાકાતે ભારત અને ઈન્‍ડોનેશિયાની ચિંતા વધારી દીધી છે અને આ કારણથી જ સબાંગને લઈને સહમતી બની છે. ચીન અને ઈન્‍ડોનેશિયા વચ્‍ચે સાઉથ ચાઈના સીને લઈને વિવાદ છે.- સાઉથ ચાઈના સીના મુદ્દે ભલે જ ઈન્‍ડોનેશિયા એક્‍ટિવ પ્‍લેયર નથી પરંતુ નટુના દ્વીપ વિસ્‍તારમાં તેનો ચીનથી વિવાદ છે. એવામાં સાઉથ ચાઈના સી વિવાદ અને BRI નામુદ્દાને જોતા ઈન્‍ડોનેશિયાએ ભારતની સાથે જવાનો નિર્ણય કર્યો છે. (૩૦.૭)

(6:33 pm IST)