મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

એમેઝોનની અલ્ટ્રા ફાસ્ટ ડિલિવરી લોન્ચ :2 કલાકમાં વસ્તુ પહોંચાડશે

ઈ-કૉમર્સ કંપની એમેઝોને ભારતમાં પ્રાઈમ નાઉ સુવિધા શરૂ કરી છે.એમેઝોને મંગળવારે અલ્ટ્રા ફાસ્ટ ડિલીવરી માટે નવી સેવા શરૂ કરી છે. કંપનીએ ‘એમેઝોન નાઉ'ને ‘પ્રાઈમ નાઉ' નામે રિબ્રાન્ડ કરીને રજૂ કરી છે. જે અંતર્ગત એમેઝોન પોતાના ગ્રાહકોને માત્ર 2 કલાકની અંદર જ વસ્તુની ડિલીવરી આપશે. હાલ કંપનીએ બેંગલુરુ, મુંબઈ, નવી દિલ્હી અને હૈદરાબાદમાં આ સર્વિસ શરૂ કરી છે.  

(8:45 am IST)