મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

વડાપ્રધાન મોદીનું જાકાર્તામાં ઉષ્માભેર સ્વાગત :એક્ટ ઇસ્ટ નીતિને મજબૂત કરવા ધ્યેય

સમુદ્ર, વ્યાપાર અને નિવેશ સહિત વિભિન્ન મુદ્દાઓ પર દ્વિપક્ષીય સહયોગના સંબંધમાં ચર્ચા કરશે

 

જકાર્તા :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે એક્ટ ઈસ્ટ નીતિને મજબૂત કરવાના ઈરાદાથી ઈન્ડોનેશિયા ની રાજધાની જકાર્તા પહોંચ્યા છે એરપોર્ટ પર તેઓનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીની ઈન્ડોનેશિયાની પહેલી સત્તાવાર યાત્રા છે. દરમ્યાન તેઓ રાષ્ટ્રપતિ જોકો વીડોડો સાથે મુલાકાત કરશે. બંન્ને નેતા સમુદ્ર, વ્યાપાર અને નિવેશ સહિત વિભિન્ન મુદ્દાઓ પર દ્વિપક્ષીય સહયોગના સંબંધમાં ચર્ચા કરશે. તેની સાથે બંન્ને નેતા ઈન્ડોનેશિયાઈ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજીત સીઈઓ બિઝનેસ ફોરમ અને કંફડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી જેવા કાર્યક્રમોમાં એક સાથે મુલાકાત કરશે

  જકાર્તા પહોંચવા પર પ્રધાન મંત્રીનું ઔપચારિક રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પ્રધાનમંત્રી મોદીના બે દેશો ની મુલાકાતનો હેતુ એક તરફ ચીન પર લગામ કસવી છે, જ્યારે તેનાથી ભારતને કારોબાર અને રક્ષાના ક્ષેત્રમાં ઘણી મદદ મળશે.

(12:00 am IST)