મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઇન્ડોનેશિયા પહોંચ્યા :જકાર્તા પહોંચતા જ મોદીએ ઈન્ડોનેશિયન ભાષામાં કર્યું ટ્વીટ

 

નવી દિલ્હી :ત્રણ દેશોના વિદેશ પ્રવાસ પર નીકળેલા વડાપ્રધાન મોદી ઇન્ડોનેશિયા પહોંચી ગયા છે, ઇન્ડોનેશિયાની આર્થિક પાટનગર જકાર્તામાં મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. જકાર્તા પહોંચતા મોદીએ ઇન્ડોનેશિયન ભાષામાં ટ્વીટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન 29મી મેથી 2 જૂન સુધી દેશોની યાત્રા પર રહેશે.

પ્રવાસ પર જતાં પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ત્રણેય દેશો સાથે ભારતના સારા સંબંધ છે અને તેમના પ્રવાસથી એક્ટ ઈસ્ટ નીતિને આગળ ધપાવવામાં મદદ મળશે. 29મી જૂનના રોજ પીએમ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના નિમંત્રણ પર જકાર્તામાં રહેશે. તેમણે કહ્યું, "વડાપ્રધાન તરીકે ઇન્ડોનેશિયાનો મારો પ્રથમ પ્રવાસ છે.

(12:00 am IST)