મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

એર ઇન્ડિયાની એક મહિલા સ્ટાફે લગાવ્યો વરિષ્ઠ અધિકારી સામે છેડતીનો આરોપ:સુરેશ પ્રભુએ આપ્યા તપાસના આદેશ

-વિરોધ કર્યો તો વિશેષાધિકાર અને પદ છીનવી લીધું ;સતત છ વર્ષ સુધી શારીરિક શોષણનો આરોપ :મોદી અને સુરેશ પ્રભુને કર્યું હતું ટ્વીટ

 

મુંબઈ :એર ઇન્ડિયાની એક મહિલા સ્ટાફે પોતાના વરિષ્ઠ અધિકારી ઉપર છેડતીનો આરોપ લગાવ્યો છે. મહિલાએ એવો પણ આરોપ મુક્યો છે કે જ્યારે તેણે અંગે વિરોધ કર્યો તો અધિકારીએ તેના વિશેષઅધિકારો અને પદ છિનવી લીધું. સતત વર્ષ સુધી શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવતા મહિલાએ મંગળવારે વડાપ્રધાન મોદી અને સિવિલ એવિએશન મંત્રી સુરેશ પ્રભુને ટ્વીટ કર્યું હતું. ત્યારબાદ સુરેશ પ્રભુએ અંગે તપાસના આદેશ આપ્યો હતો.

    સુરેશ પ્રભુએ એર ઇન્ડિયાના સીએમડી પ્રદીપ ખરોલને અંગે તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને સાથે કહ્યું છે કે જરૂર પડે કમિટી પણ રચવામાં આવે. ઉપરાંત તપાસ માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એક કમિટિ બનાવી છે. જેની તપાસ એક સંયુક્ત સચિવ સ્તરના અધિકારી તપાસ કરશે.

  
મહિલા સ્ટાફે કહ્યું હતું કે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગમતેમ કરીને સીએમડીને ફરિયાદ કરવાની હિંમત ભેગી કરી શકી. પરંતુ તેમણે કોઇ પગલાં ભર્યા નહીં. પત્રમાં મહિલાએ લખ્યું છે કે, વરિષ્ઠ અધિકારીએ મારું શોષણ કર્યું છે. તે મારી સામે બીજી મહિલાઓને ગાળો બોલતો હતો. તેઓ ઓફિસમાં અનેક મહિલાઓ ઉપર દબાણ કરતો હતો કે, તે બારમાં જઇને તેમની સાથે દારૂ પીવે. અનેક લોકો આના સાક્ષી છે.

(12:00 am IST)