મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

રશિયામાં ભારતીય રાજદૂત પંકજ સરનની રાષ્ટ્રીય ઉપ સુરક્ષા સલાહકાર તરીકે બે વર્ષ માટે નિયુક્તિ

 

નવી દિલ્હીઃ વરિષ્ઠ રાજદ્વારી પંકજ સરનને ઉપ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) નિયુક્ત કરાયા છે સરન હાલમાં રૂસમાં ભારતના રાજદૂત છે. કર્મચારી મંત્રાલય દ્વારા જારી આદેશમાં કહેવામાં આવ્યું કે, કેબિનેટની નિયુક્તિ સમિતિએ ડેપ્યુટી એનએસએના રૂપમાં સરનની બે વર્ષ માટે નિયુક્તિની મંજૂરી આપી. વર્ષ 1982 બેન્ચના ભારતીય વિદેશ સેવા (આઈએફએસ)ના અધિકારીને નવેમ્બર 2015માં રૂસમાં ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે ભારત અને વિદેશમાં ઘણા મહત્વપૂર્ણ પદ સંભાળી ચૂક્યા છે

તેઓએ બે વખત વડાપ્રધાન કાર્યાલયમાં સેવાઓ આપી છે. પહેલા 1995 થી 1997 સુધી ઉપ સચિવ, નિયામકના રૂપમાં અને પછી 2007 થી 2012 સુધી સંયુક્ત સચિવના રૂપમાં કાર્યરત રહ્યાં. તેમની પત્ની પ્રીતિ સરન અહીં વિદેશ મંત્રાલયમાં સચિવ (પૂર્વ) છે. ઇન્ટેલિજન્સ બ્યૂરોના પૂર્વ પ્રમુખ અજીત ડોભાલ રાષ્ટ્રીય સલાહકાર છે. રોના પૂર્વ પ્રમુખ રાજિન્દર ખન્નાને પણ વર્ષે જાન્યુઆરીમાં ડેપ્યુટી એનએસએ નિયુક્ત કરવામાં આવ્યા હતા

(12:00 am IST)