મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

વર્ષ 2017માં ભારતમાં અલ્પસંખ્યકોએ ખુબ જ અસુરક્ષિત મહેસુસ કર્યા

આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વત્રંત્રતા પર આધારિત એક અમેરિકી રિપોર્ટનું તારણ

નવી દિલ્હી :વર્ષ 2017માં ભારતમાં અલ્પસંખ્યકોએ ખુબ અસુરક્ષિત મહેસુસ કર્યા હતા તેમ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વત્રંત્રતા પર આધારિત એક અમેરિકી રિપોર્ટનું તારણ નીકળ્યું છે

:અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પીઓએ અમેરિકી કોંગ્રેસ દ્વારા અધિકૃત 2017નો આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો 
 
અહેવાલ મુજબ ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયોના પ્રતિનિધિઓએ જણાવ્યું કે જ્યાં રાષ્ટ્રીય સરકારના કેટલાક નેતાઓ કેટલીક વાર હિંસાના વિરોધમાં બોલ્યા પણ સ્થાનિક નેતાઓએ ભાગ્યેજ આવું કર્યું છે ને કેટલીક વાર જાહેરમાં એવી ટિપ્પણી કરી જેનો અર્થ હિંસાને અવગણવી તેમ સમજાય છે

(12:00 am IST)