મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

વિશ્વમાંથી દર વર્ષે ૩૧ ટકા ૩૨૮ ટન બરફ પીગળે છે

સાયન્સ મેગેજિન નેચરમાં પ્રસિદ્ધ થયેલાં હેવાલમાં દાવો : ૧૫ વર્ષ પહેલાં આવી સ્થિતિ ન હતી, જો આવી સ્થિતિ રહેશે તો દુનિયાની જળસપાટી વધારે ઊંચી આવી જશે

વૉશિંગ્ટન, તા. ૩૦ : નવા અહેવાલમાં દાવો થયો હતો કે દુનિયાભરમાંથી દર વર્ષે ૩૨૮ અબજ ટન બરફ પીગળી જાય છે. છેલ્લાં ૨૦ વર્ષની સેટેલાઈટ ઈમેજનો અભ્યાસ કરીને તારણ રજૂ થયું હતું કે દર વર્ષે ૩૧ ટકાના દરે બરફ પીગળી રહ્યો છે. ૧૫ વર્ષ પહેલાં આવી સ્થિતિ હતી. જો આવી સ્થિતિ રહેશે તો દુનિયાની જળસપાટી વધારે ઊંચી આવી જશે. સાયન્સ મેગેજિન નેચરમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલમાં દાવો કરાયો હતો કે દર વર્ષે ૨૯૭,૫૫૬,૫૯૪,૭૨૦,૦૦૦ કિલો બરફ પીગળી જાય છે. વિજ્ઞાાનિકોના કહેવા પ્રમાણે ૨૦૧૫થી દર વર્ષે દુનિયાના ,૨૦,૦૦૦ બર્ફિલા પર્વતોમાંથી ૩૨૮ અબજ ટન બરફ પીગળી જાય છે. ૨૦૦૦થી ૨૦૦૪ની સરખામણીએ  ૨૦૧૫થી ૨૦૧૯ની વચ્ચે સરેરાશ ૭૮ અબજ ટન બરફ વધુ પીગળ્યો હતો.

ફ્રાન્સની યુનિવર્સિટીના ગ્લેશિયર વિજ્ઞાાની રોમેઈન હ્યુગોનેટના કહેવા પ્રમાણે દુનિયાભરનો બરફ જો ક્યાંય સૌથી વધુ પીગળ્યો હોય તો અમેરિકા અને કેનેડામાં પીગળ્યો છે.

અલાસ્કાસ્થિત કોલંબિયા ગ્લેશિયલ દર વર્ષે લગભગ ૧૧૫ ફૂટ પીગળી જાય છે.    છેલ્લાં ૨૦ વર્ષમાં બરફ પીગળવાની ઝડપ વધી છે. બે ગણી ઝડપથી બરફ પીગળી રહ્યો છે.

વિજ્ઞાાનિકોએ છેલ્લાં ૨૦ વર્ષના ડેટાનો અભ્યાસ કર્યો હતો. ૨૦૦૦ના વર્ષની સેટેલાઈટ ઈમેજ અને ૨૦૨૦ના વર્ષની સેટેલાઈટ ઈમેજની સરખામણી કરવામાં આવી હતી. અહેવાલમાં કહેવાયું હતું કે વર્ષો સુધી સુરક્ષિત રહેલાં તિબેટના ગ્લેશિયર પણ ઝડપભેર પીગળી રહ્યા છે.

વર્લ્ડ ગ્લેશિયર મોનિટરિંગ સર્વિસના ડિરેક્ટર માઈકલ જેપના કહેવા પ્રમાણે એટલો બરફ છે કે જો અચાનક એક વર્ષમાં પીગળી જાય તો સ્વિટ્ઝર્લેન્ડ ૨૪ ફૂટ પાણીમાં ડૂબી જાય. બરફ પીગળવા પાછળ ગ્લોબલ વોર્મિંગ સૌથી મહત્વનું પરિબળ છે.

(7:44 pm IST)