મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

જાવેદે પત્નીના દાગીના વેચી પોતાની રિક્ષાને જ એમ્બ્યુલન્સ બનાવી દીધી અને હવે કોરોનાના દર્દીઓની ફ્રીમાં સેવા કરી રહ્યા છે: સોશિયલ મીડિયામાં છવાઈ ગયો

ભોપાલઃ કોરોનાની આફતના સમયમાં ભોપાલનો જાવેદ ખાન સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે. જાવેદ પત્નીના દાગીના વેચી પોતાની રિક્ષાને જ એમ્બ્યુલન્સ બનાવી દીધી અને હવે કોરોનાના દર્દીઓની ફ્રીમાં સેવા કરી રહ્યા છે. દેશવાસીઓને હટમાચાવી દીધા છે. સરકાર લાચાર થતાં લોકો જાતે ધર્મનો ભેદભાવ ભૂલી નિઃસ્વાર્થ એકબીજાને મદદ કરી રહ્યા છે. હિન્દુ-મુસ્લિમ એકતના દર્શન પણ થઇ રહ્યા છે.

ભોપાલના જાવેદની મદદ જોઇ ઘણા લોકોમાં પણ હિમ્મત આવી છે. જાવેદે સાબિત કરી દીધુ કે જ્યા ચાહ હોય ત્યાં રાહ જરુર નીકળે છે. હવે સોશિયલ મીડિયા પર તેમના વખાણ થઇ રહ્યા છે. કારણ કે કોરોનાએ લોકોને સંપૂર્ણપણે લાચાર કરી દીધા છે.

જાણે લાઇનો લોકોનું નસીબ બની ગઇ

લોકો એટલા મજબૂર પણ ગયા છે કે  લોકોને સારવાર અને દવાઓ પણ મળી રહી નથી. લાઇને તેમનું નસીબ બની ગઇ છે. ટેસ્ટ માટે લાઇન, પોઝિટિવ આવ્યા તો હોસ્પિટલમાં દાખલ થવા માટે લાઇન, તબિયત વધુ બગડી તો ઓક્સિજન માટે લાઇન અને મરી ગયા તો અંતિમ સંસ્કાર માટે પણ લાઇનમાં લાગવું પડી રહ્યું છે.

આવા સમયમાં પણ કેટલાક લોકો માનવતાનું ઉદાહરણ બની રહ્યા છે. આ મુશ્કેલીના સમયમાં જ્યાં લોકો પોતાના સ્વજનોને બચાવવા અનેક ઠેકાણે ભટકી રહ્યા છે. ત્યારે જાવેદનું દિલ ધ્રુજી ઉઠ્યું અને તેણે નિઃસહાય લોકોની મદદ કરવાનો નિર્ણય લીધો.

ટીવી અને મોબાઇલમાં લોકોની મુશ્કેલી જોઇ નિર્ણય લીધો

જાવેદ ખાને આ કામ અંગે કોનાથી પ્રેરણા મળી તે અંગે  જણાવ્યું કે, “સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલ્સ પર જોયું કે એમ્બ્યુલન્સની અછતને કારણે લોકોને દર્દીઓને લઇ જવા કેવી સમસ્યા થઇ રહી છે. તેથી મેં આ કામ કરવાનો નિર્ણય લીધો. તેના માટે મારે પત્નીના દાગીના પણ વેચવા પડ્યા. ઓક્સિજન માટે હું રિફિલ સેન્ટરની બહાર ઊભો રહું છું. આ કામ કરતા મને 25-20 દિવસ થઇ ગયા. દરમિયાન 9 ગંભીર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા છે.”

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા જાવેદ ફોટામાં દેખાય છે કે તેની ઓટો એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર, ઓક્સોમીટરથી લઇ પીપીઇ કિટ જેવી તમામ જરુરી સામગ્રી છે. જાવેદે કહ્યું મારો કોન્ટેક્ટ નંબર સોશિયલ મીડિયા પર છે. કોઇને એમ્બ્યુલન્સ ન મળે તો મને ખચકાટ વિના મને ફોન કરી શકે છે.

(4:49 pm IST)