મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

બિલ ગેટસે ભારતને આપ્યો આંચકોઃ વિકાસશીલ દેશોને કોરોના વેકસીનની ફોર્મ્યુલા આપવી ન જોઇએ

કોરોના વેકિસન પર બિલ ગેટસનું શરમજનક નિવેદનઃ આ કોઈ જમવાની રેસિપી નથી કે અન્ય દેશો સાથે શેર કરી શકાયઃ જમ્યા બાદ વધે તો ગરીબ દેશોને આપીશું

ન્યુયોર્ક, તા.૩૦: આખી દુનિયા કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહી છે. આ મુશ્કેલ સમયમાં હાલ તો વેકિસન જ આ જીવલેણ વાયરસથી બચાવવામાં કારગર ઉપાય માનવામાં આવે છે. પરંતુ આ વચ્ચે માઈક્રોસોફ્ટ સહસંસ્થાપક અને દુનિયાના ટોપ બિઝનેશમેન બિલ ગેટ્સ આ વાતને લઈને આલોચનાના કેન્દ્રમાં આવી ગયા છે. કે વિકાસશીલ દેશોની સાથે વેકિસનની ફોર્મ્યુલા શેર ના કરવી જોઈએ.

એક ઈન્ટરવ્યુમાં વેકિસનના ઈટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટની સુરક્ષા હટાવી લેવી જોઈએ અને એને દુનિયાના દેશો સાથે શેર કરવામાં આવે તો એનાથી શું બધા સુધી વેકિસન પહોંચાડવામાં મદદ મળશે.? એ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે દુનિયામાં વેકિસન બનાવવાવાળી દ્યણી બધી ફેકટરીઓ છે. અને લોકો વેકિસનની સુરક્ષાને લઈને ખૂબજ ગંભીર છે. છતાં પણ દવાની ફોર્મ્યૂલા શેર ન કરવી જોઈએ. અમેરિકાની જોન્સન એન્ડ જોન્સનની ફેકટરી અને ભારતની એક ફેકટ્રીમાં અંતર હોય છે. વેકિસનને પોતાના પૈસાથી અને વિશેષજ્ઞતાથી બનાવતા હોઈએ છીએ.

વેકિસનની ફોર્મ્યુલા કોઈ રેસિપી જેવી નથી કે કોઈપણ સાથે શેર કરી શકે

બિલ ગેટ્સે કહ્યું વેકિસનની ફોર્મ્યુલા કોઈ રેસિપી જેવી નથી કે કોઈપણ સાથે શેર કરી શકે. આ ફકત બૌદ્ઘિક સંપત્ત્િ।નો મામલો નથી. આ વેકિસન બનાવવામાં ખૂબજ સાવધાની રાખવાની હોય છે. ટેસ્ટિંગ કરવાના હોય છે. તેનો ટ્રાયલ કરવામાં આવે છએ. વેકિસન બનાવવા દરમિયાન દરેક વસ્તુ ખૂબજ સાવધાની પૂર્વક જોવાની અને પરખવાની હોય છે. બિલ ગેટ્સ અહીંથી ન રોકાતા વધુમાં કહ્યું કે, ધનવાન દેશોએ વેકિસન માટે પહેલા પોતાને પ્રાથમિકતા આપી છે. આ યોગ્ય છે કે અમેરિકા અને બ્રિટનમાં ૩૦ વર્ષની ઉંમરના લોકો પણ વેકિસન લગાવી રહ્યા છે. પરંતુ બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકામાં ૬૦ વર્ષવાળા લોકો પણ વેકિસન લગાવી શકતા નથી. ગંભીર કોરોનાના સંકટનો સામનો કરી રહેલા દેશોને બે ત્રણ મહિનામાં વેકિસન મળી જશે. બિલ ગેટ્સનો કહેવાનો આશય એવો હતો કે એક વખત વિકસિત દેશોમાં વેકિસનેશન પૂરું થઈ જાય તો ગરીબ દેશોને પણ વેકિસન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બિલ ગેટ્સની આ વાતની ખૂબજ આલોચના થઈ રહી છે. બ્રિટન સ્થિત યુનિવર્સિટી ઓફ એસેકસમાં લો ના પ્રોફેસર તારાવાન હો એ ટ્વિટ કર્યું, બિલ ગેટ્સ બોલી રહ્યા છે ભારતમાં મોત રોકી નથી શકાતું પશ્યિમ કયારે મદદ કરશે ? હકિકતમાં અમેરિકા અને બ્રિટેને વિકાસશીલ દેશોની ગર્દનને દબાવી રાખી છે. આ બહુ દ્યૃણિત છે.

ગ્લોબલ જસ્ટિસ નાઉના નિર્દેશક નિક ડેયર્ડને કહ્યું કે બિલ ગેટ્સના વિચારો જાણીને દુખ લાગ્યું. દક્ષિણી દેશોને વેકિસન નહીં મળવી ખરાબ બાબત છે. જે પાસે વધારે વેકિસન છે. તે એમને મળવી જોઈએ. જયારે અમે કામ કરી રહ્યા છે તો કોઈ પણ ફેકટ્રી બેકાર નથી. કોઈએ આ અરબપતિને વૈશ્વિક સ્વાસ્થ્યના પ્રમુખ તરીકે નિયુકત કર્યા ? અરે હાં* આ તો જાતે જ બની બેઠા છે.

પત્રકાર સ્ટિફન બર્નીએ ટ્વિટ કરીને કહ્યું, ગેટ્સ એક આશાવાદી વ્યકિત તરીકે કામ કરે છે પરંતુ હકિકતમાં દુનિયાને લઈને તેની નજર નિરાશાજનક છે. અમે વધુ વેકિસન ન બનાવી શકયા. તો અમે નફા સાથે સમજુતિ ના કરી શકીએ. અમે પોતાની ટેકનિક સાથે ગરીબ દેશો પર ભરોસો ના કરી શકીએ. અને તેમને અમારા વપરાશ પછી વધારાની હોય તો મળે. આ બહુ ખરાબ બાબત છે.

હકિકતમાં કોરોના વેકિસન બનાવવાને લઈને દુનિયાભરમાં પ્રોપર્ટી રાઈટ્સ પર બહેસ ચાલી રહી છે. દુનિયાના કેટલાય દેશો વેકિસનની ફોર્મ્યુલા પર ઈટેલકચુઅલ પ્રોપ્રટી રાઈટ્સની પાબંદીને ખતમ કરવા ઈચ્છે છે. જેથી વેકિસન સરળતાથી બધાને સુલભ થાય. પરંતુ વૈશ્વિક સ્તર પર એક એવો તબક્કો છે જે સુરક્ષા અને ગુણવત્તાનો હવાલો આપીને વેકિસનની ફોર્મ્યૂલા શેર ન કરવાની તરફેણ કરી રહ્યા છે.

(4:12 pm IST)