મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

હોમઆઇસોલેટ દર્દીઓને મળશે મોટી મદદ

કોરોના સામેના જંગમાં યોગીએ ઉતારી પાંચ આયુર્વેદિક ડોકટરોની ફોજ

લખનૌ,તા. ૩૦: ભયનો પર્યાપ બની ચૂકેલ જીવલેણ કોરોના વાયરસનો કહેર યુપીમાં ચાલુ જ છે. ત્યારે યોગી આદિત્યનાથ સરકાર એકશન મોડમાં કામ કરી રહી છે. કોરોના સામે લડવા માટે સીએમ યોગીએ કમર કસી લીધી છે. તેમણે રાજ્યમાં આયુર્વેદિક ડોકટરોની પણ ફોજ ઉતારી છે. સીએના આહવાન પર રાજ્યના પાંચ હજાર આયુર્વેદિક ડોકટરો પણ દર્દીઓને પોતાની સેવાઓ આપશે.ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન યોગી આજે સાંજે આ  પાંચ હજાર આયુષ ડોકટરો સાથે સીધી વાતચીત કરશે અને રણનીતિ બનાવશે. તૈયારી એવી છે કે આ આયુષ ડોકટરો હોમ આઇસોલેશન દ્વારા કોરોના સામે લડી રહેલા દર્દીઓની મદદ કરશે.

યોગી આદિત્યનાથ કોરોનામુકત થયા

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના વાયરસને મ્હાત આપી સાજા થયા છે : ટ્વિટ કરીને નેગેટિવ થયા હોવાની જાણકારી આપી છે

(4:11 pm IST)