મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

ભારતને 25000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપવા ચીન કરે છે ઓવરટાઈમ: ચીનના રાજદૂતનો દાવો

મેડિકલ સપ્લાય પૂરો પાડવા માટે કાર્ગો પ્લેન ઉપયોગમાં લેવાની પણ યોજના

નવી દિલ્હી : ચીને કહ્યુ છે કે, ભારતને 25000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર પૂરા પાડવા માટે અમે ઓવરટાઈમ કરી રહ્યા છે.જેથી વહેલી તકે ભારતને મદદ થઈ શકે.

આ કોન્સન્ટ્રેટર માટે ભારતના વેપારીઓએ ઓર્ડરો આપેલા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાના કેસ અચાનક વધી જવાના કારણે તબીબી સુવિધાઓ પડી ભાંગી છે અને ઓક્સિજનની ભારે અછત જોવા મળી રહી છે.આ સંજોગોમાં ચીનના ભારત સ્થિત રાજૂદ સુન વિડોંગે કહ્યુ છે કે, ચીનના મેડિકલ સપ્લાયર્સ ભારતના કોન્સન્ટ્રેટર ઓર્ડરને પૂરો કરવા માટે ઓવર ટાઈમ કરી રહ્યા છે.મેડિકલ સપ્લાય પૂરો પાડવા માટે કાર્ગો પ્લેન ઉપયોગમાં લેવાની પણ યોજના છે.

ચીનની સરકારી એરલાઈન્સે ભારત આવતી તમામ કાર્ગો ફ્લાઈટસ 15 દિવસ સુધી સસ્પેડન્ કરી દીધી છે ત્યારે ચીનના રાજદૂતે ઉપરોક્ત નિવદેન આપ્યુ છે.ફ્લાઈટ રદ કરવાથી કોન્સન્ટ્રેટર સહિતના મેડિકલ ઉપકરણો મેળવવામા મોટુ વિઘ્ન આવ્યુ છે.ચીનની સરકારી એરલાઈન્સનુ કહેવુ છે કે, ભારતમાં કોરોનાની સ્થિતિને જોતા નિર્ણય લેવાયો છે.

જોકે ભારતના ચીન સ્થિત રાજદૂતે કોન્સન્ટ્રેટરનો સપ્લાય વહેલી તકે પહોંચાડવાનુ આશ્વાસન આપ્યુ છે.

(12:27 pm IST)