મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

રાજ્યોમાં લોકડાઉનથી ૪૦ લાખ નોકરીઓ જવાનું જોખમ

૩૦ લાખ નોકરીઓ રીટેલ ક્ષેત્રની અને ૧૦ લાખ કપડા ક્ષેત્રના રીટેલમાં જવાની શકયતા

નવી દિલ્હી તા. ૩૦ : દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે મુકાયેલા પ્રતિબંધોના લીધે ૮૦ ટકા દુકાનો બંધ છે અને જે ૨૦ ટકા દુકાનો ખુલી છે તેમાં પણ ગ્રાહકો નથી આવી રહ્યા. આ સ્થિતિમાં રિટેલ એસોસીએશન ઓફ ઇન્ડિયા તરફથી ભય વ્યકત કરાયો છે કે જો સરકાર અને રીઝર્વ બેંક જલ્દી મદદ માટે આગળ નહીં આવે તો ૪૦ લાખ નોકરીઓ જવાનું જોખમ છે.

રિટેલ એસોસીએશન ઓફ ઇન્ડિયાએ નાણાપ્રધાનને પત્ર લખીને રાજ્યોમાં લોકડાઉન અને કર્ફયુ જેવી સ્થિતિથી ઉભી થયેલ પરિસ્થિતિની જાણ કરી હતી. આ ઉપરાંત ધંધાર્થીઓ દ્વારા બધા પ્રકારની લોનના વયજ પર છૂટ આપવાની પણ માંગણી કરાઇ છે. ધંધાર્થીઓની દલીલ છે કે રિટેલ ધંધામાં માર્જીન ઓછું હોય છે. આજની પરિસ્થિતિમાં આવક વગર અથવા અત્યંત ઓછી આવકની સ્થિતિમાં વ્યાજનો બોજ વધતો જ જાય છે. એટલે માંગણી કરવામાં આવી છે કે રિટેલ ક્ષેત્રની બધી લોન પર છ ટકા જ વ્યાજ લગાવાય અને તેના માટે સરકાર જરૂરી યોજના જાહેર કરે.

(11:52 am IST)