મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

અનેક રાજ્યોમાં કોરોના આતંક યથાવત ચાલુ નવા કેસો રોજેરોજ વિક્રમ સર્જતા જાય છે મહારાષ્ટ્રમાં આજે પણ 66000 નવા કેસ નોંધાયા કેરળ ઉત્તર પ્રદેશ કર્ણાટક અને દિલ્હીની પણ એ જ સ્થિતિ

મહારાષ્ટ્રમાં દરરોજ સતત ૬૬ હજારથી વધુ કોરોના કેસ નોંધાય છે: કેરળમાં આંકડો વધતો જાય છે ૩૮ હજારે પહોંચ્યો: એવી જ સ્થિતિ ઉત્તરપ્રદેશની છે: ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં ૩૫ હજાર નવા કેસ નોંધાયા: દિલ્હી પણ પાછળ નથી, ૨૪ હજાર કોરોના કેસ: એકલા બેંગ્લોરમાં લગભગ ૨૦ હજાર કોરોના કેસ નોંધાયા: તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન આ ત્રણ રાજ્યોમાં ૧૭ હજારથી વધુ કેસ: છત્તીસગઢમાં ૧૫ હજાર: આંધ્ર, ગુજરાત અને હરિયાણામાં ૧૪ હજાર નવા કોરોના કેસ નોંધાયા: બિહારમાં તેર હજાર, મધ્યપ્રદેશમાં ૧૨ હજાર: મહારાષ્ટ્રના પૂણેમાં ફરી ૧૨ હજાર આસપાસ નવા કેસ,  નાગપુરમાં ૭૦૦૦ અને મુંબઈમાં ૪૦૦૦ કોરોના કેસ નોંધાયા છે: ગુજરાતના અમદાવાદમાં રાબેતા મુજબ  ૫૨૫૮, સુરતમાં ૧૮૩૬ વડોદરા ૬૩૯ અને રાજકોટમાં 607 નવા કોરોના કેસ ૨૪ કલાકમાં નોંધાયા: ટચુકડા દીવમાં પણ ૫૭૦ કેસ એક જ દિવસમાં થયા છે

(10:37 am IST)