મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

આયુષ મંત્રાલયનો દાવો

જો કોરોનાના સામાન્ય લક્ષણ હોય તો અત્યંત ફાયદાકારક છે આયુર્વેદિક દવા 'આયુષ -૬૪'

આયુષ-૬૪ને ૧૯૮૦માં મલેરિયાની સારવાર માટે તૈયાર કરાઇ હતી :સામાન્ય સ્વાસ્થ, થાક, બેચેની, તણાવ, ભૂખ, ઊંઘ પર પણ સકારાત્મક રીતે અસર કરે છે : કોરોનાના ઓછામાં ઓછા સામાન્ય લક્ષણો વાળા કેસમાં એસઓસીની સાથે ઉપયોગમાં લઇ શકાય

નવી દલ્હી,તા.૩૦: મલેરિયાની સારવાર માટે ૧૯૮૦માં બનાવવામાં આવેલી દવા આયુષ-૬૪નેકોરોનાના લક્ષણો વગરના દર્દીઓ, ઓછા લક્ષણવાળા અને સામાન્ય લક્ષણોવાળા દર્દીઓ માટે અસરકારક હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આયુષ મંત્રાલયે ગુરુવારે આ અંગેની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. પુણે સ્થિત સેન્ટર ફોર ર્યુમેટિક ડિસીજના ડાયરેકટર અરવિંદ ચોપડાએ એક વર્ચુઅલ પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું કે, લખનઉની કિંગ જોર્જ મેડિકલ યુનિવર્સિટી, વર્ધાનું દત્ત્।ા મેઘ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને મુંબઇના બીએમસી કોવિડ સેન્ટરમાં દવાનું પરીક્ષણ કરાયું હતું.

તેમણે જણાવ્યું કે કોરોનાના નહિવત, ઓછા અને સામાન્ય લક્ષણો વાળા દર્દીઓની સારવારમાં આયુષ-૬૪ દવાનો ઉપયોગ કરતાં સકારાત્મક પરિણામ મળ્યા. અહીં સુધી કે દર્દીઓને વધારે સમય હોસ્પિટલમાં દાખલ રહેવાની જરુરત પણ પડી ન હતી.

તેમના જણાવ્યા મુજબ આયુષ-૬૪ દવા સામાન્ય સ્વાસ્થ, થાક, બેચેની, તણાવ, ભૂખ, ઊંઘ પર પણ સકારાત્મક રીતે અસર કરી રહી છે. દવાના પરીક્ષણથી સાબિત થયું છે કે આ દવાનો ઉપયોગ કોરોનાના ઓછામાં ઓછા સામાન્ય લક્ષણો વાળા કેસમાં એસઓસીની સાથે કરી શકાય છે. જોકે ગંભીર દર્દીઓ અને ઓકિસજનની જરુરતવાળા દર્દીઓ માટે આ દવાના ઉપયોગના સંદર્ભમાં પરીક્ષણ કરવાની જરુર છે.

આ દવાને ૧૯૮૦માં મલેરિયાની સારવાર માટે તૈયાર કરવામાં આવી હતી, જે હવે કોરોના સામે ઉપયોગમાં લેવા પરખવામાં આવી રહી છે.

(10:26 am IST)