મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

ટોચના ચીની અધિકારીનો દાવો

ચીનના કેટલાક શહેરોમાં ભારતમાં ફેલાયેલ 'ડબલ મ્યુટન્ટ' કોરોના સ્ટ્રેન મળી આવ્યો

બીજીંગ,તા. ૩૦: ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ચીફ એપીડિમોલોજિસ્ટ વુ ઝુનયુએ જણાવ્યું હતું કે ભારતીય કોવિડ -૧૯ સ્ટ્રેન 'કેટલાક ચાઈનીઝ શહેરો'માં મળી આવ્યો છે. જો કે  તેમણે કોઈ બીજી  વિગતો આપી નથી.

ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) ના મુખ્ય રોગચાળાના નિષ્ણાંત વુ ઝુન્યોએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'મારા દેશના કેટલાક શહેરોમાં, ભારતીય કોવિડ -૧૯ સ્ટ્રેન મળી આવતા અમે દરેક ખૂબ જ ચિંતિત છીએ..

ચીન એ ૧૭ દેશો મહેણું એક ન હતું, જયાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના અનુસાર, કોવિડનો ભારતીય સ્ટ્રેન, જેને બી .૧.૬૧૭ અથવા 'ડબલ મ્યુટન્ટ' તરીકે પણ ઓળખવામાં આવ્યા હતા, તે મળી આવેલ.

(10:23 am IST)