મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

કેરળ પોલીસનો અનોખો પ્રયોગ : ડાંસ દ્વારા કોરોના નિયમોનું પાલન કરવા આપી સલાહ

ડાન્સ દ્વારા લોકોને માસ્ક પહેરવાનું અને સામાજિક અંતર જાળવી રાખવાનું કહી રહ્યા છે

નવી દિલ્હી :દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણને જોતા કેરળ પોલીસ સતત લોકોને કોવિડ-19ના નિયમોનું પાલન કરવાની સલાહ આપી રહી છે. એવામાં હવે કેરળ પોલીસ પણ છે.કેરળ પોલીસે લોકોને જાગૃત કરવા એક નવી રીત અપનાવી છે. કેરળ પોલીસ એક વીડિયો દ્વારા લોકોને જાગૃત કરી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કેરળ પોલીસના કેટલાક જવાનો રાત્રે પોતાની ગાડીઓ સામે ડાંસ કરે છે. આ વીડિયો હવે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે 9 પોલીસકર્મી યૂનિફોર્મ પહેરીને ડાંસ કરી રહ્યા છે. આ વીડિયોમાં કેટલીક મહિલાકર્મી પણ હાજર છે. કેરળ પોલીસ એન્જોય એનજામી ગીત પર ડાંસ કરી રહી છે. 1 મિનિટ 30 સેકન્ડના આ વીડિયોમાં પોલીસકર્મી લોકોને કોવિડ પ્રત્યે જાગૃત કરવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ પોતોના ડાંસ દ્વારા લોકોને માસ્ક પહેરવાનું અને સામાજિક અંતર જાળવી રાખવાનું કહી રહ્યા છે અને હેન્ડ સેનિટાઇઝર ઉપયોગ કરવાનું ન ભૂલે તેમ કહી રહ્યા છે.

(12:00 am IST)