મુખ્ય સમાચાર
News of Monday, 30th March 2020

સ્પેનમાં એક દિવસમાં ૮૧૨ લોકોના મોત બાદ હાહાકાર

બોરિશ જોન્સન બાદ નેતાન્યાહૂ પણ કોરોનાગ્રસ્ત : સ્પેનની રાજકુમારીના અવસાન બાદ ટોચની હસ્તી પણ કોરોના રોગથી બચવામાં સફળ થઇ રહી નથી : અહેવાલ

પેરિસ, તા. ૩૦ : દુનિયાભરમાં મહામારી બની ચુકેલા કોરોના વાયરસના સકંજામાં એક પછી એક દેશો આવી રહ્યા છે. ઇટાલીમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ચીન કરતા ત્રણગણી થઇ ગઇ છે. સ્પેનમાં એક દિવસમાં ૮૧૨ લોકોના મોત થઇ ગયા છે. સ્પેનની હાલત પણ દિનપ્રતિદિન વધુને વધુ ખરાબ થઇ રહી છે. સ્પેનમાં સ્થિતિને સુધારવા માટે તમામ પગલા લેવાઈ રહ્યા છે પરંતુ સ્થિતિ કાબૂમાં આવી રહી નથી. દિવસેમાં ૮૧૨ લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. હજુ પણ સ્પેનમાં ગંભીરરીતે રહેલા દર્દીઓની સંખ્યા હજારોમાં છે. અને સ્થિતિમાં સુધારો થવાની કોઇ સંભાવના દેખાઈ રહી નથી. ઇટાલીમાં પ્રથમ મામલો સપાટી પર આવ્યા બાદથી એક પછી એક મોતનો આંકડો ખુલી રહ્યો છે.

        સ્પેનમાં પણ આવી સ્થિતિ સર્જાયેલી છે. એક દિવસમાં ૮૧૨ લોકોના મોતથી સ્પેનની સમગ્ર તંત્ર ચિંતાતુર બનેલું છે. સ્પેનમાં ગંભીરરીતે રહેલા દર્દીઓની સંખ્યા ૪૧૬૫ જેટલી પહોંચી છે. ૩૦મી જાન્યુઆરીના દિવસે પ્રથમ કેસ સપાટી ઉપર આવ્યા બાદથી સ્પેનમાં જે રીતે મોતનો આંકડો વધ્યો છે તેનાથી હાહાકારમ મચી ગયો છે. કોરોના વાયરસના સકંજામાં ટોપની સેલિબ્રિટીઓ પણ આવી રહી છે. સાથે સાથે શાહી પરિવારના લોકો પણ તેના સકંજાથી બચી શક્યા નથી. સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાયરસના પરિણામ સ્વરુપે અવસાન થયું છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન પણ કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે. સ્પેનમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ પણ કોરોના વાયરસના સકંજામાં છે. હવે ઇઝરાયેલના વડાપ્રધાન નેતાનયાહૂપમ કોરોનાના સકંજામાં આવ્યા છે.

(7:52 pm IST)