મુખ્ય સમાચાર
News of Sunday, 29th March 2020

લોકડાઉનનો સખ્તાઈથી પાલન કરો : ઉલ્લંઘન કરનારને 14 દિવસ કોરોન્ટાઇનમાં મોકલો : કેન્દ્રનો રાજ્યોને આદેશ

ડીએમ અને એસપી ખાનગી રીતે તેના માટે જવાબદાર ગણવામાં આવશે

નવી દિલ્હી: દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના એક હજારથી વધુકેસ નોંધાયા છે  જયારે 25 લોકોના મોત થયા છે. જ્યારે 86 લોકોની સફળ સારવાર થઇ છે. સૌથી વધુ કેસ કેરલ અને મહારાષ્ટ્ર સામે આવી રહ્યા છે. લોકડાઉનના 5મા દિવસ કેન્દ્ર સરકારે રાજ્યોને સખતાઇથી લોકડાઉન કરાવવાના નિર્દેશ આપ્યા છે. ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું કે લોકડાઉન તોડનાર 14 કોરોન્ટાઇનમાં મોકલી દે. 

કેબિનેટ સેક્રેટરીએ વીડિયો કોન્ફ્રરન્સ દ્વારા રાજ્યોને કહ્યું કે રાજ્યોની સીમાઓ કડકાઇથી સીલ કરી દો. કોઇ મૂવમેન્ટ ન હોય ફક્ત જરૂરી મૂવમેન્ટ જાહેર રહેશે. DM એક્ટના હેઠળ ડીએમ અને એસપી ખાનગી રીતે તેના માટે જવાબદાર ગણવામાં આવશે. લોકડાઉન સંપૂર્ણપણે પાલન થાય. જરૂરી સામાનની સપ્લાઇ જાળવી રાખો. કોઇ મૂવમેન્ટ જો સામે આવે છે તો તેને 14 દિવસ માટે કોરોન્ટાઇનમાં મુકો

(12:00 am IST)