મુખ્ય સમાચાર
News of Monday, 30th January 2023

પ્રોવીડંન્ડ ફંડમાં યોગદાન આપતા કર્મચારીઓ માટે વધુ પેન્શનની તૈયારી

ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મીઓ માટે ખુશીના સમાચાર : હાલમાં ઈપીએસદ્વારા પેન્શનરોને ૧૦૦૦ રુપિયાની ગેરંટી પેન્શન મળે છે, તેને વધારવા માટે સૂચનો અપાયા

નવી દિલ્હી, તા.૩૦ : ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે. રોજ બરોજ વધતી મોંઘવારી સામે  ઈપીએફઓઅને સરકારની મોટી તૈયારીઓ થઈ રહી છે.  સરકાર દ્વારા પ્રોવીડંન્ડ ફંડમાં યોગદાન આપતા કર્મચારીઓ માટે વધુ પેન્શન આપવાની  તૈયારી થઈ રહી છે.  શ્રમ મંત્રાલય અને કર્મચારી ભવિષ્ય નિધિમાં સંગઠન (ઈપીએફઓ)કર્મચારી પેન્શન યોજના ( ઈપીએસ)ને વધુ સારી બનાવવા માટે તેમા સુધારો કરવા જઈ રહી  છે.

હાલમાં ઈપીએસદ્વારા પેન્શનરોને ૧૦૦૦ રુપિયાની ગેરંટી પેન્શન મળે છે અને વધતી મોંઘવારી જોતા તેને વધારવા માટે સૂચનો આપવામાં આવ્યા છે. જેમા ઉચ્ચ પેન્શન અને સુપ્રિમકોર્ટ દ્વારા તાજેતરમાં જ એક નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પેન્શન પર ઈપીએફઓએ હાલમાં સંભવિત ખર્ચમાં વધારો કર્યો છે.

ઈપીએફઓની હાલમાં ચાલતી યોજનામાં લઘુત્તમ અને આવશ્યક યોગદાનમાં કોઈ મેળ બેસતો નથી. એક ગણતરા મુજબ ઈપીએફઓના મેમ્બરે ૧,૦૦૦નું લઘુત્તમ માસિક પેન્શન મેળવવા માટે ૧૦ વર્ષ સુધી પેન્શનપાત્ર સેવા સાથે સતત ૧૦ વર્ષ સુધી દર મહિને ઓછામાં ઓછું ૭૧૧ યોગદાન આપવું જોઈએ. ૨૦૨૧-૨૨માં યોજનામાં યોગદાન આપતા ૬૧.૨ મિલિયન સભ્યોમાંથી, ૩૪.૭ મિલિયન સભ્યોએ પેન્શનમાં દર મહિને ૭૦૦ કરતાં ઓછું યોગદાન આપ્યું હતુ. અત્યારે આ યોજનાના નિયમો મુજબ વૈધાનિક વેતન મર્યાદા દર મહિને ૧૫,૦૦૦ છે, જેમાં સદસ્ય દ્વારા મહિને ૧,૨૫૦નુ યોગદાન હશે. અને પેન્શનરોની સંખ્યામાં અને પેન્શનના વિતરણમાં સતત વધારો થઈ રહ્યો છે. ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં ઈપીએસમાં રુપિયા ૬.૮૯ ટ્રિલિયનના ભંડોળ સાથે લગભગ ૭.૩ મિલિયન પેન્શનરો હતા. વર્ષ ૨૦૧૬-૧૭માં તેમા લગભગ ૮૬.૪૧% નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨માં પેન્શન અને ઉપાડનો લાભ મેળવેલાઓમાં ૨૦,૯૨૨ કરોડ અને ૨૦૨૦-૨૧માં ૨૦,૩૭૮ કરોડનો ઉપાડ થયો હતો.

 

(8:23 pm IST)