મુખ્ય સમાચાર
News of Monday, 30th January 2023

ભારત અને ભારતીય એકમોની સ્વતંત્રતા, અખંડતા, ગુણવત્તાની સાથે જ ભારતની ગ્રોથ સ્ટોરી અને દેશની મહત્વકાંક્ષા પર એક સુયોજિત હુમલો : અદાણી ગ્રુપનો જવાબ

અદાણીએ હિંડનબર્ગના આરોપો પર આપ્યો ૪૧૩ પાનાનો જવાબ રિપોર્ટ સામે કોર્ટમાં જવાની ચીમકી : ગ્રુપે કહ્યું કે, ખાસ ઉદ્દેશ્ય સાથે આ રિપોર્ટને જારી કરાયો હતો. હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપના શેર્સમાં અને અકાન્ટિંગમાં ગરબડ હોવાનો આરોપ લગાવાયો છે.

 નવી દિલ્હી,તા.૩૦: અદાણી ગ્રુપ તરફથી રવિવારે એક સ્ટેટમેન્ટ જારી કરાયું છે. ગ્રુપે હિંડનબર્ગના આરોપો પર ૪૧૩ પેજનો જવાબ પણ આપ્યો છે. ગ્રુપે હિંડનબર્ગના આરોપોને ભારત પર હુમલો જણાવ્યા છે. ગ્રુપે કહ્યું કે, તે ૨૪ જાન્યુઆરીએ ''મેડઓફ્સ ઓફ મેનહટ્ટન'' હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને વાંચીને આશ્ચર્યમાં અને ઘણું પરેશાન છે. ગ્રુપે કહ્યું કે, તે રિપોર્ટ જૂઠાણા ઉપરાંત બીજું કંઈ નથી. ગ્રુપે કહ્યું કે, હિંડનબર્ગના દસ્તાવેજ ખાસ એકઠી કરાયેલી મિસ-ઈન્ફોર્મેશનનું એક ખરાબ હેતુઓ સાથેનું સંયોજન છે. તેમાં એક ખાસ ઉદ્દેશ્ય માટે ગ્રુપને બદનામ કરવા માટે નિરાધાર આરોપ લગાવાયા છે.

 મોટી સંખ્યામાં રોકાણકારોને નુકસાન પહોંચાડતા શોર્ટ સેલિંગ દ્વારા મોટો નફો કમાવવા માટે હિંડનબર્ગ સિક્યુરિટીઝએ એક ખોટા સમાચાર બનાવવાનો પ્રયાસ કર્યો છે. ગ્રુપે કહ્યું કે, એ ઘણી ચિંતાની વાત છે કે, કોઈ વિશ્વસનીય કે એથિકસ વિના હજારો માઈલ દૂર બેઠેલી એક સંસ્થાના નિવેદનોએ અમારા રોકાણકારો પર ગંભીર રીતે ખરાબ અસર પાડી છે. આ રિપોર્ટની ખોટી મંશા તેના ટાઈમથી પણ સ્પષ્ટ છે. આરિપોર્ટ ત્યારે આવ્યો, જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝીસ ઈકિવટી શેર્સનો દેશનો સૌથી મોટો એફપીઓ લાવી રહ્યું હતું.

 અદાણી ગ્રુપે કહ્યું કે, આ માત્ર કોઈ ખાસ કંપની પર એક હુમલો નથી, પરંતુ ભારત અને ભારતીય એકમોની સ્વતંત્રતા, અખંડતા, ગુણવત્તાની સાથે જ ભારતની ગ્રોથ સ્ટોરી અને દેશની મહત્વકાંક્ષા પર એક સુયોજિત હુમલો છે.

અદાણી ગ્રુપે કહ્યું કે, હિંડનબર્ગ રિપોર્ટની ત્રણ મુખ્ય થીમ્સ છે- (૧) ખોટી કહાની ઊભી કરવા માટે પહેલેથી જ પબ્લિક ડોમેનમાં રહેલા મામલાઓનું સિલેકિટવ અને મેનિપુલેટિવ પ્રેેઝન્ટેશન. (૨) લીગલ અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ અને ઈન્ડસ્ટ્રી -પ્રેકિટસની પૂર્ણ અજ્ઞાનતા કે જાણી-જોઈને તેને નજર અંદાજ કરવું અને (૩) નિયામકો અને ન્યાયપાલિકા સહિત ભારતીય સંસ્થાનોની સંપૂર્ણ રીતે અવમાનના.

(12:46 pm IST)