મુખ્ય સમાચાર
News of Monday, 30th January 2023

ભારતે 6 વિકેટ ન્યૂઝીલેન્ડ સામે મેળવી શાનદાર જીતઃ ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી

વોશ્ગિટન સુંદર 9 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો. સૂર્યકુમાર યાદવ અને વોશ્ગિટન સુંદરે 30 બોલમાં 24 રનની ભાગીદારી કરી હતી.

નવી દિલ્‍હીઃ ભારતે બીજી T20 મેચમાં ન્યુઝીલેન્ડને છ વિકેટે હરાવી છેલ્લી ઓવરમાં મેચ જીતી લીધી છે.

ન્યુઝીલેન્ડે ભારતને જીતવા માટે 100નો ટાર્ગેટ આપ્યો હતો. જેણે ટીમ ઈન્ડિયાએ 19.5 ઓવરમાં સૂર્યકુમારે વિનીંગ શોર્ટથી પાર કરી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે.

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે T-20 સીરીઝની અંતિમ મેચ અમદાવાદ ખાતે રમાનાર છે. આ સીરીઝ કબ્જે કરવા માટે બંને ટીમો માટે કરો યા મરોની સ્થિતિ રહેશે. ત્યારે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અનેક દિગ્ગ્જો પણ હાજર રહેવાની સંભાવના છે. વોશ્ગિટન સુંદર 9 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો. સૂર્યકુમાર યાદવ અને વોશ્ગિટન સુંદરે 30 બોલમાં 24 રનની ભાગીદારી કરી હતી.

રાહુલ ત્રિપાઠી કેચ આઉટ થયો
ભારતીય ટીમને ત્રીજો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે રાહુલ ત્રિપાઠી 13 રન પર કેચ આઉટ થયો. ત્યારે રાહુલ ત્રિપાઠી બોલર ઈશ સોઢીના બોલ પર ગ્લેન ફિલિપ્સે કેચ પકડ્યો. ત્રીજી વિકેટ પડી ત્યારે ભારતનો સ્કોર 3 વિકેટ ગુમાવીને 51 રન હતો.

ઈશાન કિશન રન આઉટ થયો
ભારતની ટીમને બીજો ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે ઈશાન કિશન 19 રન બનાવીને રન આઉટ થયો. ભારતનો સ્કોર 9 ઓવરમાં 46 રન હતો.

ભારતને જીતવા માટે ન્યૂઝીલેન્ડે 100 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓપનિંગ બેટ્સમેન તરીકે ઈશાન કિશન અને શુભમન ગિલ મેદાન પર ઉતર્યા હતા. ત્યારે ભારતની શરૂઆત સારી રહેવા પામી હતી. સાત ઓવર પછી 34 રને ભારતની પડેલી વિકેટ પડી હતી. જેમાં ન્યૂઝીલેન્ડના માઈકલ બ્રસવેલે શુભન ગિલને 11 રન પર આઉટ કર્યો હતો.

ઈશાન-શુભમનને અહીં સારી શરૂઆત કરાવવાનો પ્રયાસ કરશે
હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા હજુ સુધી એકપણ ટી-20 સિરીઝ હારી નથી. પરંતુ જો લખનૌમાં કંઇક અનિચ્છનીય ઘટના બને તો હાર્દિકનો કેપ્ટનશિપનો રેકોર્ડ બગડી શકે છે. ટીમ ઈન્ડિયા ઈશાન-શુભમનને અહીં સારી શરૂઆત કરાવવાનો પ્રયાસ કરશે.

ઉમરાન મલિકની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન મળ્યું
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલ ટી-20 સીરીઝની બીજી મેચ આજે લખનૌમાં રમાઈ હતી. ત્યારે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે રમાઈ રહેલ મેચમાં ભારત દ્વારા થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ઉમરાન મલિકની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન મળ્યું છે.

ન્યૂઝીલેન્ડની ટીમે પહેલી બેટીંગ કરવાનો નિર્ણય કરતા ડિવોન કોન્વે અને ફિન અલેન ઓપનિંગમાં આવ્યા હતા. ભારત તરફથી બોલિંગની શરૂઆત હાર્દિક પંડ્યાએ કરી હતી. ભારતીય ટીમમાં સ્થાન પામેલ ચહલે અલેનને ચોથી ઓવરમાં આઉટ કર્યો હતો ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 21 રન હતો. અલેન 11 રન બનાવીને આઉટ થયો હતો.
ન્યૂઝીલેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહેવા પામી હતી
ન્યુઝીલેન્ડે 28 રને બીજી વિકેટ પણ ગુમાવી દીધી હતી. જેમાં વોશિગ્ટન સુંદર કોન્વેને 11 રન પર આઉટ કરી પેવેલીયનનો રસ્ત દેખાડી દીધો હતો. ન્યૂઝીલેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહેવા પામી હતી. ત્યારે 60 રનનાં સ્કોર પર ન્યૂઝીલેન્ડે 5 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય બોલરમાં વોશિગ્ટન સુંદર, યુઝવેન્દ્ર, દીપક હુડ્ડા અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી.
ન્યૂઝીલેન્ડ 88 રન પર 8 વિકેટ ગુમાવી ચૂક્યું હતું
ન્યૂઝીલેન્ડની હાલત ત્યારે વધુ ખરાબ થઈ જ્યારે 88 રન પર 8 વિકેટ ગુમાવી ચૂક્યું હતું. ત્યારે મિચે, સેટનર 13 અને જૈકબ ડફી ચાર રન પર રમી રહ્યા હતા.

ભારતે જીતવા માટે બીજી ટી-20 માં 100 રન કરવાના છે. ન્યૂઝીલેન્ડે આપ્યો છે. ટોસ જીતીને પહેલી બેટીંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 99 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી મિચેલ સેટનરે સૌથી વધુ 20 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી અર્શદીપસિંહે બે વિકેટ મેળવી હતી. ત્યારે ભારતીય બોલરો સામે બીજી ટી-20 માં ન્યૂઝીલેન્ડ ઘુંટણીયે આવી ગયું હતું.

 

 

 

(11:38 pm IST)